વિદેશમાં દીકરી આપતા પહેલા ચેતી જજો..! જુઓ વીડિયોમાં કેવી રીતે પતિ બેહરહેમીથી દીકરીને માર મારતો હતો…પત્ની કંટાળીને મોતને ભેટી

આપણા દેશમાં છેલ્લા ઘણા સમયથી મહિલા પરના શોષણના કિસ્સાઓ સતત વધી રહ્યા છે આજના સમયમાં મહિલા પૂરી રીતે સુરક્ષિત પોતાને મહેસુસ કરતી નથી તો ઘણા પરિવારજનો પોતાની દીકરીને સુરક્ષિત રાખવા માટે વિદેશના દીકરાઓ સાથે લગ્ન કરાવતા હોય છે. જેથી કરીને પોતાની દીકરી સુરક્ષિત રહી શકે પરંતુ ઘણીવાર વિદેશમાં પણ દીકરીઓ અને અત્યાચારનો સામનો કરતી હોય છે. જેને કારણે અંતે પરિવારને પછતાવાનો વારો આવે છે.
આવી જ એક ઘટના નો વિડીયો સામે આવ્યો છે જ્યાં દીકરીએ પોતાના પતિથી કંટાળીને મોતને ભેટી લીધું હતું. મળતી માહિતી અનુસાર ન્યુયોર્કમાં રહેતી 30 વર્ષે મહિલાએ ઘરમાં થતા અત્યાચારથી કંટાળીને આત્મહત્યા કરી હતી તે વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો તેને આત્મહત્યાના થોડા સમય પહેલા જ બનાવ્યો હતો. જેમાં તેણે આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવતા કહે છે કે તેના પતિ અને સાસરિયાઓ અવારનવાર તેમને દબાણ કરતા હતા.
તેમને વધુ જણાવતા કહે છે કે તેનો પતિ દરરોજ તેને ખૂબ જ ખરાબ રીતે માર મારતો હતો. આ મહિલા મૂળ ઉત્તર પ્રદેશના બીજનોરની રહેવાસી હતી. તેના લગ્ન 2015માં રણજિત પીર સિંહ સિંધુ સાથે થયા હતા. ત્યારબાદ લગ્નના ત્રણ વર્ષ પછી બંને નીયોર્કમાં રહેવા માટે ગયા હતા. ત્યારબાદ તે વીડિયોમાં જણાવતા કહે છે કે તેનો પતિ ત્યાં જઈને તરત જ તેના પર મારામારી શરૂ કરી દીધી હતી તેણે કહ્યું હતું કે ન્યૂયોર્કમાં જઈને બધું જ બદલાઈ જશે પરંતુ તેણે કહેલી એક પણ વાત અહીં સાચી થઈ ન હતી તે વીડિયોમાં વધુ જણાવતા કહે છે કે તે દરરોજ દારૂના નશામાં આવીને મને મારતો હતો.
હું છેલ્લા આઠ વર્ષથી આ બધું સહન કરી રહી હતી પરંતુ હવે મારી સહનશક્તિ ખૂતિ પડી હતી. દર વખતે મને એવું જ થતું હતું કે એક દિવસ બધું જ સુધરી જશે પરંતુ આ સમસ્યા ક્યારે સુધરી ન હતી પરંતુ દિન પ્રતિદિન વધતી જતી હતી આ વીડિયોમાં તેણે તેના પતિનો બીજી કોઈ મહિલા સાથે અફેર હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સંપૂર્ણ વિડિયો તેને પંજાબી ભાષામાં બનાવ્યો છે તે મહિલા તેની સાથે જ રહે છે અને જ્યારે તે તેનો વિરોધ કરે છે ત્યારે તે નો પતિ તેને વધુ માર મારે છે તે કહે છે કે પરિવારને મેં જાણ કરી હતી તેણે પણ સમાધાનના ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તેણે સુધરવાનું નામ ન લીધું હતું.
મનદીપ ને બે દીકરીઓ પણ છે તેને નાની ઉંમરમાં જ માતાની મમતા ગુમાવવાનો વારો આવ્યો હતો. તેની બહેન પાસેથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મનદીપ પાસેથી દહેજમાં 50 લાખ રૂપિયા અને એક દીકરો જોઈતો હતો પરંતુ આ માંગ પુરી ના થતાં તેણે આવી પ્રવૃત્તિઓ કરી હતી તેથી જ પોલીસે વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે ગુજરાતમાંથી અવારનવાર આવા જ કિસ્સાઓ સામે આવતા હોય છે વિદેશમાં રહીને અનેક શોષણોનો સામનો કરવો પડતો હોય છે.