લગ્ન મંડપમાં વરરાજાએ કન્યાની મંગમાં સિંદૂર પુર્યું, પછી અચાનક જ કંઈક એવું બન્યું કે વરરાજાનું મોત થઈ ગયું… જાણો એવું તો શું થયું હશે…

લગ્ન મંડપમાં વરરાજાએ કન્યાની મંગમાં સિંદૂર પુર્યું, પછી અચાનક જ કંઈક એવું બન્યું કે વરરાજાનું મોત થઈ ગયું… જાણો એવું તો શું થયું હશે…

દરેક લોકોના જીવનમાં ઘણી વખતે એવી ઘટનાઓ બનતી હોય છે જે હંમેશા બન્યા પછી બધા જ લોકોને તેનું ઘણું મોટું દુઃખ પણ લાગતું હોય છે. આજે આપણે એક એવી જ ઘટના વિશે જાણીએ જેમાં લગ્ન મંડપમાં કન્યાને સિંદૂર પૂર્યા પછી તરત જ વરાજાની તબિયત લથડી અને લગ્ન મંડપમાં જ તેણે જીવ છોડ્યો હતો.

આ ઘટના બિહારના ભાગલપુરમાં બની હતી, આ કિસ્સો મૂળ ભાગલપુર ના છોટી ખંજરપુરમાં રહેતા મુકુંદ મોહન ઝાના દીકરા વિનીત પ્રકાશ ના લગ્ન હતા. તેમના લગ્ન ઝારખંડના ચાઈબાસાનામાં રહેતા જન્મ જય ઝાની દીકરી આયુષી સાથે નક્કી થયા હતા.

બંનેના લગ્નની તૈયારી પણ ખૂબ જ કરવામાં આવી હતી અને થોડા દિવસો પહેલા બંનેના લગ્ન મોજાહિદ પૂરના શીતલા ચોકમાં નક્કી થયા હતા. બંનેના લગ્ન થઈ ગયા અને પછી વર કન્યા જ્યારે રૂમમાં બેઠા હતા ત્યારબાદ અચાનક વરરાજા ની તબિયત લથડી હતી.

તો તેમને તરત જ ત્યાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં લઈ ગયા પછી તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ વાત જાણીને કન્યાના અને તમામ સંબંધીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટના પછી તમામ લોકો દુઃખી થયા હતા અને ખુશીના માહોલમાં આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.

બધા જ લોકો ધુસકે ધ્રુસકે રડી રહ્યા હતા અને આ ઘટના બન્યા પછી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો. આવી ઘટનાઓ ઘણી વખત બની જતી હોય છે જેમાં કેટલાય લોકો દુઃખી થતા હોય છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *