ધારાને ન્યાય અપાવવા કિર્તિ પટેલે કોળી સમાજના યુવાનોને બે હાથ જોડીને કરી વિનંતી કહ્યું ‘આ નરાધમ ભુવાને…’ જુઓ વિડીયો

હાલ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઢોંગી અને પાખંડીઓનો ત્રાસ વધી ગયો છે જેને કારણે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં જ ઢોંગી અને પાખંડી સૂરજ ભુવાજી સહિત આઠ લોકોની ધરપકડ કરી છે. આપ સૌ લોકો જાણતા જશો કે આ ઢોંગી સુરજ ભુવાજીની ટોળકી એ ધારા નામની દીકરીનો જીવ લઇ કોઈપણ જાતની દયા કે શરમ રાખ્યા વગર તેના મૃતદેહને સળગાવી દીધો હતો આ ખૂબ જ દર્દનીય ઘટના હતી.
જેને કારણે અનેક લોકો આ વાતનો ન્યાય માંગી રહ્યા છે તેવામાં સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેતી tiktok સ્ટાર કીર્તિ પટેલ આ મામલે મેદાનમાં આવી છે જેણે હાલમાં સોશિયલ મીડિયામાં આ ઘટના ઉપર હૃદય સ્પર્શી જાય એવો વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. જેમાં અનેક લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે જો કે તેની પહેલા પણ આવા મામલામાં અનેકવાર કીર્તિ પટેલ મેદાનમાં આવી છે. આ મામલે ન્યાય ની માંગણી સાથે કીર્તિ પટેલ કોળી સમાજને વિનંતી કરી છે કે હું ધારાના ન્યાય માટે સપોર્ટ માંગુ છું.
આ મામલે આપ સૌના સાથ સહકાર ની જરૂર છે આ દીકરીને ન્યાય અપાવો તેના માટે સમાજને આગળ આવવાની જરૂર છે કોળી સમાજના દરેક વ્યક્તિઓને દીકરી ધારા ની ન્યાય અપાવવો જ પડશે મોટા મોટા સંગઠનો એ આગળ આવીને આ દીકરીને ન્યાય અપાવો પડશે. કીર્તિ પટેલ આગળ જણાવતા કહે છે કે ધારા મારી બેન સમાન હતી. હું એક પટેલ ની દીકરી થઈને તેની માટે ન્યાય માંગુ છું એક નરાધમે દીકરી પર કોઈ પણ જાતની દયા રાખ્યા વગર હવસ નો શિકાર બનાવીને તેની હત્યા કરી નાખી છે.
જો આ મામલે તમે આજે આગળ નહીં આવો તો ગુજરાતમાં સતત આવી પ્રવૃત્તિઓ વધતી જ રહેશે. હું આપ સૌ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ દીકરીને ન્યાય અપાવીને આ તમામ રાક્ષસોને ફાંસી અપાવો મિત્રો હાલમાં જ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકો પણ તેમના સપોર્ટમાં આવીને ન્યાય આપવાની માંગણી કરી રહ્યા છે.
મિત્રો આપણે સૌ લોકોએ પણ પૂરતો આપીને આ દીકરીને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તેની માટે આપણે સૌ લોકોએ આગળ આવવું જોઈશે જો આજે આપણે આગળ નહીં આવે તો આવા નરાધમો ની હિંમત વધતી જશે તેની માટે આપણે જ કંઈ કરવું પડશે આજે આ ઘટના મા-બાપ વગરની દીકરી સાથે બની છે તે આપણા માટે ખુબ જ શરમજનક વાત છે. આ દીકરીને ન્યાય મળશે ત્યારે જ તેની આત્માને શાંતિ મળશે તે જ સાચી તેના માટે શ્રદ્ધાંજલિ છે.