10 પન્નાની અંતિમ નોટ લખીને ઝવેરીએ આપઘાત કરી લેતા પરિવાર હિબકે ચડ્યો, આપઘાતનું કારણ જાણીને ચોંકી ઉઠશો..!

10 પન્નાની અંતિમ નોટ લખીને ઝવેરીએ આપઘાત કરી લેતા પરિવાર હિબકે ચડ્યો, આપઘાતનું કારણ જાણીને ચોંકી ઉઠશો..!

જ્યારે માણસ પાસે કોઈ પણ ખરાબ કે વિકટ પરિસ્થિતિની અંદરથી બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે. જ્યારે તેનો મગજ ગુચવાવા લાગે છે, જો એમાં સમય કોઈ સારા અને સજ્જન વ્યક્તિનો સાથ સહકાર કે સલાહ ન મળે તો માણસનું મગજ ભટકતી હાલતમાં શું કરી બેસે તેનું નક્કી હોતું નથી..

અત્યારે એવી જ કંઈક હાલત ઈન્દોરના વિજયનગર વિસ્તારમાં રહેતા એક ઝવેરી સાથે બની છે, અહી રહેતા વિજય નામના ઝવેરીએ ઘરે આપઘાત કરીને જીવન ટૂંકવી દીધુ છે અને તેણે 10 પન્નાની અંતિમ નોટ લખી હતી. જેને વાંચ્યા બાદ સૌ કોઈ લોકોની આંખમાંથી આંસુ સરવા લાગ્યા છે..

તેમના આપઘાત પાછળનું કારણ જાણીને સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા છે, આ ઘટનાની જાણકારી વિજયના પરિવારજનોએ નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી હતી. વિજયને પરિવારમાં એક દીકરી તેમજ પત્ની છે, વિજયની પત્ની પલકને પગમાં દુખાવો હોવાને કારણે તે ઈન્દોરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી..

એ વખતે સમય વિજય તેના ઘરે પરત આવ્યો હતો અને ત્યાં નીચેના રૂમની અંદર ગયા બાદ તેણે રૂમનો દરવાજો ન ખોલતા પરિવારના અન્ય સભ્યોને શંકા ગઈ હતી અને જ્યારે અંદર જોવામાં આવ્યું ત્યારે ખબર પડી કે, વિજય લટકીને આપઘાત કરી લીધો છે. આ સમાચારની સાથે જ પરિવારજનોમાં શોકનું મોજ ફરી વળ્યું હતું..

તેઓએ કુલ 10 પન્નાની એક અંતિમ નોટ પણ લખી હતી, જેમાં તેઓ જણાવે છે કે તેમણે અન્ય વ્યક્તિઓ તેમજ બેંક સહિત કુલ 20 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા વેપારીઓ તેને ખૂબ જ દબાણ આપી રહ્યા હતા. એટલા માટે તેણે આ પગલું ભરી લીધું છે..

ઉધારી માથે ચડી જવાને કારણે તેઓ સતત ચિંતામાં રહેતા હતા અને અંતે તેઓએ આપઘાત કરીને જીવંત ટૂંકાવી દઈ હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જ્યારે સમાચાર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી તેમની પત્ની સુધી પહોંચે ત્યારે તેમના માથે પણ આફતોના આભ ફાટી નીકળ્યા હતા..

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *