એ એ ગયા… “જય શ્રી રામ” બોલતાની સાથે જ નૌતમ સ્વામી અચાનક ઢળી પડ્યા -જુઓ live Video

એ એ ગયા… “જય શ્રી રામ” બોલતાની સાથે જ નૌતમ સ્વામી અચાનક ઢળી પડ્યા -જુઓ live Video

ખેડા જિલ્લાના કઠલાલ ખાતે ગઈ કાલે રવિવારે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાધુ સંતો સહીત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

આ દીક્ષાંત સમારોહમાં નૌતમ સ્વામી(Nautam swami fall down during lecture) પ્રવચન પૂર્ણ કરી જયશ્રી રામના નાર લગાવતાં હતા તે દરમિયાન અચાનક જ સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. જોકે આસપાસના લોકોએ જીલી લેતા મોટી ઘાત બનતા ટળી હતી. આ પછી તુરંત સ્વામીના સ્વાસ્થ્યમાં સુધારો આવતા હાલ સ્વસ્થ છે.

ખેડા જિલ્લાના કઠલાલ શહેરમાં આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ગઈ કાલે રવિવારે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કઠલાલ શહેર અને તાલુકાના 700 થી વધુ કાર્યકરો જોડાયા હતા. આ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિન્દુ ધર્મ સેનાના પદ નિયુક્તિ કાર્યક્રમમાં અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ અને વડતાલ ધામન નૌતમ સ્વામી, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે નિવાસદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજ, અનિરુદ્ધગિરી મહારાજ પણ ત્યાં હાજર રહ્યા હતા.

આ ઉપરાંત ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, કઠલાલ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ઝાલા, મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ ધર્મ સેના કઠલાલ શહેર અને તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને મધ્યાહન ભાગમાં અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ અને વડતાલ ધામન નૌતમ સ્વામી પોતાનું પ્રવચન પૂર્ણ કરી રહ્યા હતા અને અંતમાં સૌને જયશ્રી રામના નાર લગાવતાં તે દરમિયાન એકાએક સ્ટેજના માઈક પરથી ઢળી પડ્યા હતા. અચાનક બે ભાન થતાં સંતુલન ગુમાવતા ઢળી પડ્યા હતા. જોકે તેમની નજીક રહેલા કાર્યકર્તાઓએ જીલી લેતા મોટી જાનહાનિ થઈ નહોતી. બાદમાં તુરંત મોરસનો ફાંકો મારી લેતા તેઓનુ સ્વાસ્થ્ય સારુ થઈ ગયું હતું.

આ બનાવ સંદર્ભે જિલ્લાના પ્રમુખ રાજન ત્રીપાઠીએ જણાવ્યું છે કે, ઘટના સાચી છે અને કાર્યક્રમના આગળના દિવસે તેમનો જન્મ દિવસ પણ હતો.જેથી કામનુ ભારણ હોવાથી આમ થયું હતું. જોકે હાલ સ્વામીની તબિયત સ્વસ્થ છે એ સમયે તુરંત મોરસનો ફાંકો મારી લેવાયા બાદ તુરંત સ્વસ્થ થઈ ગયા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *