ગીરની કેસર કેરીની પેટી ખોલતા જ અંદરથી મળ્યું એવું કે પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, હોશ ઉડાડતો કિસ્સો આવ્યો સામે..!

ગીરની કેસર કેરીની પેટી ખોલતા જ અંદરથી મળ્યું એવું કે પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, હોશ ઉડાડતો કિસ્સો આવ્યો સામે..!

કેટલાક લોકો ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે ન કરવાના કારનામાઓ કરી બેસે છે, જ્યારે ઘટનાનો પરદાફાશ થઈ જાય ત્યારે તેમને ખૂબ જ પછતાવો થતો હોય પરંતુ કાળા કારનામાની અંદર સપડાઈ ગયા બાદ તેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલમય બની જતું હોય છે, હાલ રાજસ્થાનના એક અંતરિયાળ ગામ વિસ્તારમાંથી અતિશય ચોંકાવી દેતો બનાવ સામે આવી ગયો છે..

અત્યારે ઉનાળાના સમયની અંદર સૌ કોઈ લોકો મન મૂકીને કેરીનો આનંદ લેતા હોય છે, ઉનાળાનો સમય આવતા જ સૌ કોઈ લોકો કેરી ખાવા માટે ઈચ્છુક બની જતા હોય છે. એમાં પણ ગુજરાતના ગીર વિસ્તારની જગવિખ્યાત કેસર કેરીની પેટી સમગ્ર દેશ-વિદેશની અંદર મોકલવામાં આવતી હોય છે..

રાજસ્થાનનો એક પરિવાર ગીરમાંથી કેસર કેરીની પેટીઓ તેમના ગામે લાવીને વચ્ચેનું કમિશન રાખીને કેસર કેરીની વેચાણનો ધંધો ચલાવી રહ્યા હતા, આ ઘટનાની સાથે સાથે ત્યાં નજીકની પોલીસ સ્ટેશનને પણ માહિતી મળી હતી કે, કેસર કેરીનો ધંધો કરનાર વિનોદ નામનો યુવક કેસર કેરીની આડમાં ખૂબ જ કાળા કારનામા ચલાવી રહ્યો છે..

પરંતુ એ વખતે પોલીસ પાસે કોઈ ચોક્કસ પુરાવો ન હોવાને કારણે કોઈપણ કાર્યવાહી થઈ શકે નહીં અને જ્યારે ચોક્કસ પુરાવો સહિતની માહિતીઓ મળી ગઈ ત્યારે પોલીસની ટીમ વિનોદના ઘરે છાપો મારી દીધો હતો. અને તેના ઘરેથી ગીરની પ્રખ્યાત કેસર કેરીની અંદાજે 15 થી 20 જેટલી પેટીઓ મળી આવી હતી..

સમગ્ર ઘરની તલાસી લીધા બાદ પોલીસને હાથે કંઈ પણ લાગ્યું નહીં અને અંતે કેસર કેરીની પેટીઓને ખોલતાની સાથે જ અંદરથી એવી ચીજ વસ્તુ મળી હતી કે, જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ હતી. આ હોશ ઉડાડતા બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં સૌ કોઈ લોકો ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા..

હકીકતમાં વિનોદ નામનો આ યુવકો કેસર કેરીની પેટીઓની આડમાં ગેરકાયદેસર ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહ્યો હતો, ખૂબ જ ઊંચી કિંમતના અને જેના પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હોય તેવી બ્રાન્ડના વિદેશી દારૂઓનું વેચાણ તે ખૂબ જ ગુપ્ત રીતે કરી રહ્યો હતો. આ ઉપરાંત તે આવી બધી ચીજ વસ્તુઓની વેચાણમાં એવું ભેજુ દોડાવતો હતો કે અત્યાર સુધી તે કોઈ વ્યક્તિની હાથે ચડ્યો નહીં..

પરંતુ અત્યારે પોલીસની સૂઝ બુજ અને સતર્કતાને કારણે હવે તેની તમામ ઘટનાનો પરદાફાશ થઈ ચૂક્યો હતો, પોલીસે વિનોદ અને વિનોદની પત્ની બંનેની ધરપકડ કરી છે. કારણ કે આ ઘટનાની અંદર વિનોદની પત્ની પણ સામેલ હતી. આ સાથે સાથે તેના ઘરની અંદરથી કુલ છ થી આઠ લાખ રૂપિયા નો મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે..

આ ઘટનાની અંદર તેની કોણ સાથ સહકાર આપી રહ્યું હતું, આ ઉપરાંત ત્યાંથી કયા વ્યક્તિની સાત ગાંઠ તેની સાથે જોડાયેલી હતી વગેરેની પણ માહિતી મેળવવી રહી છે. આ ઘટનાને લઈને વિનોદના આસપાસના વિસ્તારમાં પણ સૌ કોઈ લોકો ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા..

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *