બા-દાદા સાથે રહીને ધોરણ-8માં ભણતી અનાથ દીકરીએ લટકીને આપઘાત કરી લેતા છવાઈ ગયો મોતનો માતમ, ધરતી ધ્રુજાવી દેતો મામલો આવ્યો સામે..!

હાલમાં એવી ઘટનાઓ સામે આવી રહી છે, જે સાંભળીને લોકો ચોકી રહ્યા છે. દરેક વિસ્તારમાં પારિવારિક ઝઘડાને લઈને અથવા તો પોતાના જ પરિવારના લોકોથી કંટાળીને બનતા બનાવ જોવા મળે છે, જેમાં વધુ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના મુઝફ્ફરપુર શહેરના કાઝીમોહમ્મદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચિત્રગુપ્ત પુરીમાં બની હતી.
એક વિદ્યાર્થીની પોતાની સાથે એવી જીવલેણ ઘટના કરી નાખી હતી કે તેમના પરિવારના લોકોને આઘાતમાં આવી ગયા હતા. વિદ્યાર્થીનું નામ રાજનંદાની હતું. રાજનંદાનીની ઉંમર 14 વર્ષની હતી. દીકરી નાનપણથી જ પોતાના દાદા-દાદી સાથે રહેતી હતી. રાજ નંદાનીના માતા-પિતાનું ઘણા સમય પહેલા અવસાન થઈ ગયું હતું.
જેના કારણે દીકરી તેમના દાદા-દાદી સાથે રહેતી હતી. રાજ નંદાનીની દાદીનું નામ મમતાદેવી અને તેના દાદાનું નામ શિવ મહેતા હતું. રાજ નંદાની દાદા-દાદી સાથે ખુબ જ હળી-મળીને રહેતી અને તે ખૂબ જ ખુશ હતી. રાજનંદાની ચિત્રગુપ્ત વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ કરતી હતી. તે ધોરણ 8 માં ભણતી હતી.
અને સારી એવી હોશિયાર વિદ્યાર્થીની હતી. દાદા-દાદી દીકરીને ભણાવીને સારી એવી નોકરી મેળવવા માગતા અને તે પોતાના ભવિષ્યમાં તેમના પગ ઉપર ઉભી રહી શકે તેવી બનાવવા માંગતા પરંતુ રાજમંદાની કોઈ વાતને લઈને કંટાળી ગઈ હતી. જેના કારણે તે થોડા સમયથી માનસિક ત્રાસમાં રહેતી હતી.
એક દિવસ રાજમંદાનીની દાદી ઘરનું કોઈ કામ હોવાને કારણે બજારમાં ગઈ અને રાજ નંદાની ઘરે એકલી હતી. દાદા પણ કામ ધંધે ગયા હતા. અને દાદી બહાર ગઈ જેથી ઘરમાં કોઈ નહોતું, ત્યારે રાજનંદાનીએ પોતાની રૂમમાં જઈને રૂમના દરવાજો બંધ કરી નાખ્યો હતો. ત્યારબાદ થોડા સમય પછી દાદી ઘરે આવતા તેણે ઘરમાં રાજ નંદાનીને શોધી હતી.
પરંતુ રાજનંદાની મળી નહીં જેથી રૂમનો દરવાજો બંધ જોઈને દાદીને લાગ્યું કે તે રૂમમાં છે, જેના કારણે દાદી વારંવાર તેને બહારથી અવાજ આવી રહ્યા હતા પરંતુ રાજનંદાની દરવાજો ખોલતી ન હતી, જેના કારણે દાદીએ રૂમની બારીમાંથી જોયું તો, તે જોઈને જ બૂમ પાડી બેઠી હતી. જેના કારણે પાડોશીના લોકો ભેગા થઈ ગયા હતા.
દાદીને શું થયું તે પૂછ્યું ત્યારે દાદીએ બારી તરફ ઇશારો કરીને કહ્યું કે, ‘રાજનંદાની…’ પછી પાડોશીના લોકોએ પણ જોયું તો દીકરી લટકતી હાલતમાં જોવા મળી હતી. દીકરીએ લટકીને આપઘાત કરી લીધો હતો. નાની ઉંમરમાં તેણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. જેના કારણે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
પોલીસને દીકરીના રૂમમાંથી કોઈ અંતિમ નોટ કે મોબાઈલ પણ મળ્યો નહોતો. દાદા-દાદી દીકરીએ આવી ઘટના શા માટે કરી હોવાનું વિચારી રહ્યા હતા અને તેઓ ખૂબ જ રડી રહ્યા હતા. તેમની એકની દીકરીએ આવી ઘટના કરી નાખતા તેઓ આઘાત સહન કરી શક્યા નહીં. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. દીકરીએ પણ કોઈ મુશ્કેલી હોવા છતાં દાદા-દાદીને ન જણાવીને પોતાનો જીવ ગુમાવી દીધો હતો…