ભારતનો વરરાજા લાવ્યો ચીનની છોકરી , જોઈને તમને નવાઈ લાગી જશે…

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ભોજદારીનો રાહુલ હાંડે યોગ શીખવવા તેમજ નોકરી માટે ચીન ગયો હતો. આ દરમિયાન તેને ચીનની રહેવાસી શાન યાન ચાંગ સાથે પ્રેમ થઈ ગયો હતો. હવે ચીનની દીકરી હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે મરાઠીની વહુ બની છે.
ચીનના એક યોગ સેન્ટરમાં ટ્રેનરના આસિસ્ટન્ટની ભૂમિકા ભજવનાર શાન યાન ચાંગ મહારાષ્ટ્રના યુવક રાહુલ હાંડેના પ્રેમમાં પડી ગઇ હતી. એટલું જ નહીં પ્રેમનો એવો સરવાળો થયો કે ચીનની દીકરી લગ્ન માટે મહારાષ્ટ્રના અહમદનગર પહોંચી ગઇ હતી. હવે શાન યાન ચાંગ અને રાહુલે બંને પરિવારોની હાજરીમાં હિંદુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા છે.
શાન યાન ચાંગ અને રાહુલ હાંડે વચ્ચે કોરોના દરમિયાન પ્રેમ સંબંધ બંધાયો હતો. વર્ષોની મિત્રતા હવે સાત જન્મોના સંબંધમાં ફેરવાઈ ગઈ છે. હવે આ અનોખી લવ સ્ટોરી અને લગ્નની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
અહમદનગર જિલ્લાના ભોજદારીનો રાહુલ હાંડે યોગ શીખવવા તેમજ નોકરી માટે ચીન ગયો હતો. ત્યાં યોગ શીખવતી વખતે તેની મિત્રતા શાન યાન ચાંગ સાથે થઈ હતી. બાદમાં તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જે બાદ બંનેએ કાયમ માટે સાથે રહેવાનું નક્કી કર્યું હતું. ચીનમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા બાદ સંગમનેરમાં પરંપરાગત રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. હવે ચીનની દીકરી અહમદનગરની વહુ બની છે અને તાજેતરમાં જ તેમનો અનોખો લગ્ન સમારોહ સંપન્ન થયો છે.
ચીનમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા બાદ રાહુલ અને શાન યાન ચાંગ સાથે તેમના વતન પરત ફર્યા હતા. તમામની હાજરીમાં પરંપરાગત હિંદુ વિધિ પ્રમાણે પુનઃલગ્ન કરવાનો નિર્ણય લેવાયો હતો.
પિઠીની તમામ વિધિઓ કરતી વખતે શાન યાન સંપૂર્ણપણે અભિભૂત થઈ ગઇ હઇ. જ્યારે રાહુલ તેને સંગમનેર લાવ્યો ત્યારે અહીંનું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય જોઈને શાન ખૂબ જ ખુશ થઇ ગઇ હતી. પરંપરાગત લગ્નમાં કરવામાં આવતી વિધિ તેણે ક્યારેય જોઈ ન હતી. ચીનમાં લગ્ન માત્ર પંદર મિનિટમાં થાય છે પરંતુ ભારતમાં લગ્નની વિધિ પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. આ જાણીને તેને ખૂબ જ આશ્ચર્ય થયું હતું.
રાહુલની પત્ની શાને કહ્યું, ‘2017માં હું તે જગ્યાએ જોડાઈ જ્યાં રાહુલ કામ કરતો હતો. રાહુલ ત્યાં યોગ શીખવતો હતો અને ત્યાંથી અમારો સંબંધ આગળ વધ્યો હતો. મને રાહુલનો સ્વભાવ ખુબ જ ગમ્યો હતો. જે બાદ અમે અમારા પરિવારની સંમતિથી લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે રાહુલ છ વર્ષ પહેલા નોકરી માટે ચીન ગયો હતો અને ત્યાં બધું અજાણ્યું હતું. જ્યારે શાન યોગ શીખવતી વખતે રાહુલની આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. કોરોના દરમિયાન તેણે ચીનમાં રાહુલની યોગ્ય કાળજી રાખી હતી. તેથી રાહુલને શાનનો સ્વભાવ ગમવા લાગ્યો હતો.
રાહુલના સંબંધીઓના જણાવ્યા અનુસાર, પુત્ર (રાહુલ)એ અમને કહ્યું કે તે ચીનની યુવતી સાથે લગ્ન કરવા માંગે છે. પહેલા તો અમને સાંભળીને થોડું આશ્ચર્ય થયું કે પરદેશની વહુ લાવ્યા પછી લોકો શું કહેશે? શું પુત્રવધૂ અહીંની પરિસ્થિતિમાં અનુકૂળ રહેશે? પરંતુ ટૂંક સમયમાં પુત્રવધૂએ પણ અહીંની પરંપરા અને સંસ્કૃતિને અપનાવી લીધી છે. રાહુલના માતા-પિતાએ કહ્યું, ‘એટલે જ અમને ગર્વ છે કે અમારા પુત્રના લગ્ન ચીનની છોકરી સાથે થયા છે અને અમને ચીનની વહુ મળી છે.