વૃદ્ધને કામવાળીમાં લાઈન મારવી મોંઘી પડી: જાણો વડોદરામાં શું ખેલ થઇ ગયો

વૃદ્ધને કામવાળીમાં લાઈન મારવી મોંઘી પડી: જાણો વડોદરામાં શું ખેલ થઇ ગયો

વડોદરામાં(vadodara honeytrap) એક ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. કામવાળીના સ્વાદમાં યુવતીએ કારસ્તાન કરી વૃદ્ધને ફસાવી ટોળકી સાથે રૂપિયા 50,000 પડાવ્યા હતા. ‘કામવાળીએ વૃદ્ધને ખોટા કામ કરો છો…’ એમ કહી ધમકાવી કેસમાં ફીટ કરાવી દેવાની પણ ધમકી આપી હતી.

વડોદરા શહેરમાં એકલવાયું જ જીવન ગુજારતા વૃદ્ધને ઘરકામ માટે કામવાળી ની જાહેર ખબર આપવી ભારે પડી છે. જાહેર થકી કામ માંગવા પહોંચેલી મહિલાએ પોતાના મિત્રોને સમક્ષ કઢંગી હાલતમાં ઉપસ્થિતિ થઈ આક્ષેપ સાથે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા દસ લાખની માંગ કરી અને 50000 રૂપિયા હતો પડાવી લીધા હતા. જે બાદ વધુ નાણાંની માંગણી કરતાં વૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

શું છે મામલો
ફતેગજ વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધ હરેશચંદ્ર પુરુષોત્તમ પંડ્યા એ નિવૃત્તિ જીવન ગુજારે છે. તેમનો પુત્ર વિદેશમાં તેમજ તેમની પત્નીનું નિદાન થયું હોવાથી તેઓ એકલા રહેતા હતા. તેમના ઘરે કામ કરતી મહિલા બીમાર થતા ઘરકામ માટે પેપરમાં જાહેરાત થકી મળવા આવેલી અન્ય મહિલાએ શહેનાજબેન ને ઘરકામ માટે જણાવ્યું હતું. 13 જુનના રોજ શહેનાજએ એ બપોરના સુમારે ઘરકામ માટે આવી હતી અને તે સમયે અચાનક ઉપરા છાપરી ડોરબેલ વગાડી હતી. જેથી ઘરનો દરવાજો ખોલતા બે મહિલાઓ સાથે એક વ્યક્તિ પણ ત્યાં હાજર હતો.

અંદોર અંદર વિવિધ નામથી કરતા હતા વાતચીત
આ સમયે ઘરકામ માટે આવેલ શહેનાજ કઢંગી હાલતમાં દરવાજા પાસે આવી હતી. અને તેને છેડતી કરી ખરાબ કામ કરવાના આક્ષેપ પણ કર્યા હતા. જેથી ઘરમાં ઘુસી આવેલા લોકોએ ઘરકામ કરવાના બહાને મહિલાઓને બોલાવી આવા ખોટા કામ કરે છો. ધમકાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને દસ લાખની માંગણી કરી હતી. અવારનવાર ધમકી બાદ અંતે 1.50 લાખની માંગણી કરતા હતા અને બળજબરીથી રૂપિયા 50 હજાર રૂપિયા તો કઢાવી લીધા હતા. તેઓ અંદરો અંદર વિરેન, રાગિણી તથા ટ્વિંકલ નામથી વાતચીત કરતા હતા. ત્યારબાદ ફરીથી તેઓએ વધુ નાણાની માંગ કરી હતી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *