અંબાલાલ પટેલની આગાહી ગુજરાતને ધ્રુજાવ્યુ: વાવાઝોડું તો ટ્રેલર હતું…

ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી હતી. હોળીના વરતારા પરથી અંબાલાલ પટેલે અગાઉથી જ કહી દીધું હતું કે આ વર્ષ ભારે બની રહેવાનું છે. અને અનેક કૃદરતી પ્રકોપનો પણ સામનો કરવો પડશે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં(Ambalal patel forcast in gujarat) છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે.
અંબાલાલ પટેલે ચોમાસાના આગમન અંગેની એક નવી આગાહી પણ કરી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસુ વધુ લંબાઈ શકે છે. આ વર્ષનું ચોમાસું એટલું જ ગૂંચવણ ભર્યું રહેશે. વાવાઝોડાની અસરથી ચોમાસાની સિસ્ટમ પણ ખોરવાઈ ગઈ છે. કેરળથી ચોમાસુ આગળ વધી રહ્યું નથી. આ વર્ષે ચોમાસુ ઓક્ટોબર સુધી રહેશે. મોડું થતા પાછળ ચોમાસુ લંબાઈ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2023 વાવાઝોડુંનું વર્ષ બની રહેશે. તેમના મતે, ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વાવઝોડાની શક્યતા દર્શાવી છે. એટલે કે નવરાત્રિ અને દિવાળીના સમયે પણ કોઈ મીની વાવાઝોડું કે કમોસમી વરસાદ ખાબકી શકે છે.
અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે.
એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વાવાઝોડું આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ હોળી જોઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, તેની માહિતી આપી હતી. અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું પણ આવશે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા પણ જોવા મળશે.