અષાઢીયો વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જીલ્લાઓને મેઘરાજા ભારે વરસાદથી ધમરોળી નાખશે.. ખેડૂતો ખાસ વાંચે..!

અષાઢીયો વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જીલ્લાઓને મેઘરાજા ભારે વરસાદથી ધમરોળી નાખશે.. ખેડૂતો ખાસ વાંચે..!

અષાઢ મહિનો બેસતાની સાથે જ રાજ્યમાં ચોમાસા શરૂ થઈ જતા હોય છે, છેલ્લા ત્રણ થી ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો છે, વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે ઘણા બધા તાલુકાઓમાં એક ઇંચ થી માંડીને અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે..

છેલ્લા 24 કલાકની અંદર તો ગુજરાતમાં કુલ 125 તાલુકાની અંદર ધમધોકાર વરસાદ વરસવા લાગ્યો છે, હવામાન વિભાગે તેમજ રાજ્યના જાણીતા હવામાં નિષ્ણાંત તેમજ સચોટ આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી આવતા જણાવ્યું છે કે, અષાઢ મહિનો બેસતાની સાથે જ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વિવિગત રીતે ચોમાસું બેસવા જઈ રહ્યું છે..

આ આગાહીને પગલે 26,27,28,29 તેમજ 30 તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, હાલ કુલ 125 તાલુકાઓમાં હળવા થી મધ્યમ વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણની અંદર ઠંડકનો માહોલ પ્રસરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની માહિતી મુજબ સૌથી વધુ વલસાડના ઉમરગામમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે..

જ્યારે ભાવનગર જિલ્લાના ઘોઘામાં ત્રણ ઇંચ તેમજ સુરેન્દ્રનગર સાયલા ભરૂચ અને રાજકોટના ધોરાજીની અંદર બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, આ સાથે સાથે જુનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, અમરેલી, સુરતનું માંગરોળ, ભરૂચનું વાગરા, વલસાડનું વાપી સહિતના વિસ્તારોમાં પણ બે ઇંચ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક સર્જાઈ ગઈ છે..

ત્રણ તાલુકાઓની અંદર અંદાજે એક ઇંચ જેટલો વરસાદ જ્યારે 30 તાલુકાની અંદર એક મીમી થી અડધો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અધિકારીઓ તેમજ રાજ્યના સચોટ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું કે, આવનારા સમયની અંદર દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી,તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા તેમજ મધ્ય ગુજરાતના પંચમહાલ, ખેડા, નડિયાદ, આણંદ..

અમદાવાદ અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, આ સાથે સાથે જ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. આ તમામ જિલ્લાઓની અંદર મેઘરાજા ભારે વરસાદથી ધમરોળી નાખશે તો બીજી બાજુ વરસાદને પગલે ખેડૂતોને પણ ખાસ ધ્યાન રાખવું પડશે..

કારણ કે, અમુક ખેડૂતોએ પોતાના ખેતરની અંદર યોગ્ય પાકની વાવણી કરી દીધી છે, જ્યારે ઘણા બધા ખેડૂતો વરસાદની રાહ જોઈને વાવણી બાકી રાખી હતી, જે વિસ્તારની અંદર સારો વરસાદ નોંધાયો છે. ત્યાં વાવણીના શ્રી ગણેશ પણ થઈ ચૂક્યા છે, આ પાંચ દિવસની વરસાદની આગાહી ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેવું લાગી રહ્યું છે..

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *