અરબી સમુદ્રમાં બનેલા બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી…જાણો ક્યાં જઈ શકે છે આ વાવાઝોડું..?

અરબી સમુદ્રમાં બનેલા બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી…જાણો ક્યાં જઈ શકે છે આ વાવાઝોડું..?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી ખેડૂતો માટે ઘણી ઉપયોગી સાબિત થતી હોય છે. તેઓ અભ્યાસ કરીને જે આગાહી કરે છે તે લગભગ સાચી પડતી હોય છે, હવે તેઓએ બિપોરજોય વાવાઝોડા અંગે પણ વાત કરી છે અને કેટલીક મહત્વની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે વાવાઝોડું આક્રમક અને તોફાની હશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલ જણાવે છે કે આ સિસ્ટમ વિવિધ કેટેગરીમાં થઈને સુપર સાઇકોલોનીક સર્ક્યુલેશન બની શકે છે. જેના કારણે તારીખ 7, 8 અને 9 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન ઉઠશે. તેમણે નક્ષત્રોની વાત કરીને દરિયામાં પવનો બદલાતા હોવાનું પણ જણાવ્યું છે. જો વાવાઝોડું ઓમાન તરફ જાય તો તેની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે.

તેવું અંબાલાલ જણાવે છે, વાવાઝોડા ના ટ્રેકને સમજવું સહેલું ના હોવાનું પણ તેઓ કહે છે. જો વાવાઝોડું ઓમાન તરફ જાય તો પણ તેની અસર ગુજરાત પર થશે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કરી છે. અંબાલાલ કહે છે જો બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ જાય તો પણ તેની અસર પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર થઈ શકે છે.

અહીં અતિ ભારે વરસાદ થઈ શકે છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જણાવે છે કે ગુજરાત સિવાય મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉપર તરફ આગળ વધ્યા બાદ કેરળમાં વરસાદ થશે. અટકી ગયેલા ચોમાસા અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે સાત અને આઠ અને નવ તારીખ દરમિયાન કેરળ કાઠે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

તેમણે આગામી સમયના હવામાન અંગે વાત કરીને જે સંભાવનાઓ વ્યક્ત કરી તે પછી તેમણે હવામાન વિભાગ આ મામલે વધુ સચોટ આગાહી કરી શકે છે તેમ પણ જણાવ્યું હતું. હવામાન વિભાગે વાવાઝોડા અંગે આગાહી કરીને જણાવ્યું છે કે બિપરજોય પર વાવાઝોડું સવારે 5:30 વાગ્યે અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય અને દક્ષિણ પૂર્વમાં હતું. જે ગોવા થી દક્ષિણ પશ્ચિમમાં 790 કિલોમીટર દૂર છે, વાવાઝોડું આગામી કલાકોમાં વધારે રુદ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ છે

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *