શું બાગેશ્વર ધામ સરકારને ઑડિશા ટ્રેન દુર્ઘટના વિશે પહેલાથી જ જાણ હતી? જુઓ ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું જવાબ આપ્યો

શું બાગેશ્વર ધામ સરકારને ઑડિશા ટ્રેન દુર્ઘટના વિશે પહેલાથી જ જાણ હતી? જુઓ ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું જવાબ આપ્યો

પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેવાવાળા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પર બોલેલા છે. વડોદરામાં આયોજિત દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે આ ઘટના ખુબ જ દુઃખદ છે. આપણે સૌથી પહેલા ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીશું. રેલવે દુર્ઘટના પર જ્યારે મીડિયાના સવાલનો ઉલ્લેખ કરીને બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે તેમને અનિષ્ટનાં સંકેત મળે છે. તેમણે આ બાબતમાં જણાવ્યું હતું કે જાણવું અલગ વિષય છે અને તેને ટાળવું અલગ વિષય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું પણ કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણને પણ જાણ હતી કે મહાભારત થશે, છતાં પણ તેઓ રોકી શક્યા ન હતા.

વડોદરાનાં દિવ્ય દરબારમાં પત્રકારે ધીરેન્દ્ર શાસ્ત્રી ને પુછ્યું હતું કે શું તમારી શક્તિ કોઈ મોટી ઘટનાનો સંકેત આપી શકે છે? તેના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીય કહ્યું હતું કે, “માય ડિયર યસ, ઘટના વિશે જાણવું અને તેને ટાળવું બંને અલગ વાતો છે. ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે મહાભારત થશે, તેમ છતાં પણ તેઓ રોકી શક્યા ન હતા.

આપણી તાકાત જણાવે છે કે હવાની ગતિ જેટલી વધારે હશે, સિગ્નલ એટલું જ વધારે સમય સુધી પ્રાપ્ત કરી શકાય છે. બાગેશ્વર ધામ સરકારે આગળ જણાવ્યું હતું કે કોઈ આતંકી હુમલો હોય, કોઈ ગુપ્ત મામલો હોય, અમે પોતાની તાકાત નો ઉપયોગ કરતા રહીશું. તેમણે કહ્યું હતું કે તેમને એટલી ગતિથી જ સંકેત મળે છે, જેટલી પવનની ગતિ હોય છે. કારણ કે તેઓ પવનપુત્રના ભક્ત છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ઘણા વૈજ્ઞાનિક અને ઘણા વૈજ્ઞાનિક અમારી પાસે ચોરીછુપીથી આવે છે. રડ્યા વગર બાળકને પણ દૂધ મળતું નથી, એટલા માટે જ્યાં સુધી અમારી પાસે કોઈ આવતું નથી, અમે બાલાજીને અરજી આપતા નથી. ઑડિશા ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, “હું મૃત્યુ પામનાર લોકો માટે બે મિનિટનું મૌન રાખીશ. અમે તેમને આત્માને શાંતિ માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરેલી છે.

ઑડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનની ટક્કર થયેલી હતી, જેમાં અત્યાર સુધીમાં ૨૭૫ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. આ દુર્ઘટનાને દેશની આઝાદી બાદ ની સૌથી મોટી રેલ દુર્ઘટના માનવામાં આવી રહેલ છે. આ દુર્ઘટનામાં ૯૦૦ થી વધારે લોકો ઘાયલ થયેલા છે. ઓડિસાનાં બાલાસોરમાં શુક્રવારે સાંજે ત્રણ ટ્રેન વચ્ચે દુર્ઘટના થયેલી હતી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *