ગુજરાતના ડાયરા બાદ હવે કમો વિદેશમાં જમાવશે રંગ..દુબઈમાં કમાએ આ રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ..જુઓ તસવીરો

લોકગાયક કિર્તીદાન ગઢવી સાથે દુબઈમાં કમો પણ દેખાશે. ‘રસિયો રૂપાળો’ ગીત થકી પ્રખ્યાત થયેલા કમાએ ગુજરાતમાં અનેક કલાકારો સાથે સ્ટેજ શેર કર્યું છે, ત્યારે હવે કમો ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત થઈ રહ્યો છે. દુબઇમાં સોમવારે રાત્રે કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાવાનો છે. આ ડાયરામાં કમો પણ ‘રસિયો રૂપાળો’ ગીતમાં ડાન્સ કરી સૌ કોઈને ખુશ કરી દેશે.
દુબઈના અગ્રણી અને જવેલર્સ એવા અનિલ પેથાણી દ્વારા ખાસ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. મૂળ કચ્છના અને હાલ દુબઈમાં સ્થાયી થયેલા અનિલ પેથાણીને ત્યાં ગુપ્ત નવરાત્રી અનુષ્ઠાનનવ દિવસ યજ્ઞની પૂર્ણાહુતિ છે. આ પૂર્ણાહુતિ પર ખાસ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આયોજક દ્વારા ખાસ કિર્તીદાનની સાથે કમાને પણ આમંત્રણ અપાયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાનો વતની અને મનો દિવ્યાંગ કમો ગુજરાતમાં ફેમસ થઈ ગયો છે. સૌ કોઈ તેમને ડાયરાના કાર્યક્રમમાં જોવા ઇચ્છતા હોય છે, ત્યારે થોડા સમય પહેલા દુબઈના જવેલર્સ અનિલભાઈ પેથાણી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ સમયે તેમને કિર્તીદાન ગઢવીને તેમની સાથે મનો દિવ્યાંગ કમાને પણ દુબઈ લાવવાનું આમંત્રણ આપ્યું હતું, ત્યારે કમો દુબઈના પ્રવાસે ઉપડ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર કમાને જોઈને તેમના ચાહકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેમણે કમા સાથે સેલ્ફી પણ લીધી હતી.