પતિના દુઃખદ નિધન બાદ આઘાતમાં પત્નીએ પણ પોતાનો દેહ છોડ્યો..! ભરૂચમાં પતિના મૃત્યુના એક કલાક બાદ પત્નીનું પણ મોત… બંનેના એકસાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા…

પતિના દુઃખદ નિધન બાદ આઘાતમાં પત્નીએ પણ પોતાનો દેહ છોડ્યો..! ભરૂચમાં પતિના મૃત્યુના એક કલાક બાદ પત્નીનું પણ મોત… બંનેના એકસાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા…

હાલમાં ભરૂચ માં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કંઈક એવું બન્યું કે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. જાણવા મળી રહ્યો છે કે ભરૂચમાં પતિના મૃત્યુના એક કલાક બાદ આઘાતમાં પત્નીનું પણ મૃત્યુ થઈ ગયું હતું. બંનેની એક સાથે અંતિમયાત્રા નીકળતા ચારેય બાજુ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઘટના ભરૂચના ફાડાતળાવ વિસ્તારમાં બની હતી. અહીં વિધિની અનોખી વક્તા સામે આવી હતી. અહીં શુક્રવારના રોજ સવારના સમયે વૃદ્ધ પતિ હરકિસન ભગવાનદાસ મકવાણા નામના વ્યક્તિનું ઉંમરના કારણે મોત થયું હતું. જેના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરંતુ પરિવારને ક્યાં ખબર હશે કે તેમનું આ દુઃખ હજુ પણ વધવાનું છે.

પતિના મૃત્યુ બાદ પત્ની પુષ્પાબેનને ભારે આઘાત લાગ્યો હતો. જેના કારણે પતિના મૃત્યુના એક કલાક બાદ આઘાતમાં પુષ્પાબેનનું પણ મોત થયું હતું. આ રોજ દપંતી સાથે જ રહેતું હતું. જ્યારે તેમના સંતાનો તેમની પડોશમાં રહેતા હતા. પ્રેમની લાગણી કે આઘાતમાં તો આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.

પતિના મૃત્યુના એક કલાક બાદ પતિનું મોત થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ બંનેની અંતિમ યાત્રા એક સાથે કાઢવામાં આવી હતી. બંનેની અંતિમયાત્રા એક સાથે નીકળતા વિસ્તારમાં તેઓના એકબીજા પ્રત્યેનો પ્રેમ અને લાગણીને લઈને સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પછી બંનેને એક સાથે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *