લગ્નના માત્ર 17 દિવસ બાદ પતિ દ્વારા મળ્યું પત્નીને દર્દનાક મોત, કારણ જાણીને આંખો પહોળી થઈ જશે

આપણા દેશમાં લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે જેમાં બંને પાત્રો અગ્નિની સાક્ષી એ સાત જન્મ સાથે રહેવાના પવિત્ર બંધનમાં જોડાતા હોય છે. પરંતુ આજે એક એવી ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં સાત જન્મ તો ખૂબ દૂરની વાત છે જ્યાં લગ્નના 17 દિવસ બાદ પતિએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના જાણીને આપ પણ ચોકી જશો મળતી માહિતી અનુસાર સાત જૂન ના રોજ પતિએ પોતાની પત્નીને ખૂબ જ ધારદાર વસ્તુઓ વડે મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પોલીસે ત્યારબાદ પતિની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ હાથ ધરી હતી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પતિ તેની પત્ની સાથે લગ્ન કરવા ઈચ્છતા ના હતો. પરંતુ તેના પરિવારના દબાણને કારણે તેને લગ્ન કરવા પડ્યા હતા. લગ્ન કર્યા બાદ પાંચ જૂનના રોજ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો ત્યારબાદ તે આર્થિક ચિંતામાં આવ્યા બાદ તે ઘરનું ભરણપોષણ કેવી રીતે કરશે તેવી ચિંતામાં આવી ગયો હતો. તેથી જ તેણે તેની પત્નીનો જીવ લઈ લીધો હતો આ બંને લોકો 21 મેના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.
જેમાં પતિનું નામ વિક્રમસિંહ તથા પત્નીનું નામ અંજલી છે આરોપી વિક્રમસિંહ ને હત્યા કરતા દરમિયાન હાથના અને પેટના ભાગે ઇજા પહોંચે હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન પોલીસે વધુ તપાસ માટે તેની પૂછપરછ પણ હાથ ધરી હતી. પરંતુ તે પોતાના અલગ અલગ નિવેદનો આપીને છૂટવાનો પ્રયત્ન કરતો હતો. જોકે અંજલીએ થોડા સમય પહેલા જ તેના પતિ અને તેના સાસરીયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
ત્યારબાદ તેમણે છ જૂનના રોજ તેના પરિવારજન ને ફોન પણ કર્યો હતો જેથી તેમના પરિવારજનોના કહેવા પ્રમાણે કહ્યું હતું કે તને સવારે તારો ભાઈ લેવા આવશે પરંતુ જ્યારે બીજે દિવસે પત્નીનો ભાઈ તેના ઘરે તેમને લેવા માટે જાય છે ત્યારે પત્નીનો જોરથી બૂમ પાડવાનો અવાજ સંભળાય છે જેથી તેનો ભાઈ તુરંત જ દોડીને તેના ઘરે જાય છે જ્યાં તેમના પતિના હાથમાં ધારદાર વસ્તુઓ હતી તેની બહેન ખૂબ જ ગંભીર હાલતમાં પડેલી હતી ત્યારબાદ તેના ભાઈએ તાત્કાલિક સારવાર છે
તેને હોસ્પિટલ ખસેડી હતી જ્યાં તેની લાંબી સારવાર બાદ ખૂબ જ ઈજા થવાને કારણે મૃત જાહેર કરવામાં આવી હતી. મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ તેમના પરિવાર માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પોલીસે પણ આ હત્યા બાદ બંને પરિવારજનો પાસેથી વધુ તપાસ તથા પૂછપરછ હાથ કરી હતી જેથી કરીને વધુ માહિતી પ્રાપ્ત કરી આરોપીને સજા મળી શકે.