મુકેશ અંબાણી પછી દેશમાં આ વ્યક્તિ પાસે છે લક્ઝૂરિયસ ને કરોડો રૂપિયાની કાર, જાણો કોણ છે આ?

મુકેશ અંબાણી પછી દેશમાં આ વ્યક્તિ પાસે છે લક્ઝૂરિયસ ને કરોડો રૂપિયાની કાર, જાણો કોણ છે આ?

જ્યારે આપણે જૂની ફિલ્મની વાત કરીએ તો દેશભરની સુંદર જગ્યાની યાદ આવી જાય છે. જૂની ફિલ્મનું બજેટ વધારે રહેતું નહોતું. જોકે, પછી યશરાજ તથા ધર્મા પ્રોડક્શને વિદેશના સુંદર લોકેશન ફિલ્મમાં બતાવવાના શરૂ કર્યું. સમયની સાથે સાથે ફિલ્મમાં મોંઘી બાઈક તથા કાર જોવા મળતી હતી. હવે ભારતીય ફિલ્મ તથા ગીતમાં ફરારી, મર્સિડિઝ, લેમ્બોર્ગિની, બેન્ટલી, જેવી મોંઘી મોંઘી કાર જોવા મળે છે.

જોકે, તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ફિલ્મમાં આ બધી કાર ક્યાંથી આવશે. આ કારના રિયલ માલિક કોણ હશે. ફિલ્મ મેકર્સ તો આ કાર ભાડે લેતા હોય છે. આ કાર હૈદરાબાદના નાસીર ખાનની છે. મોટાભાગની હિંદી ફિલ્મમાં નાસરી ખાનની ગાડીઓ જોવા મળે છે. ભારતમાં અંબાણી પછી જો કોઈ વ્યક્તિ પાસે મોંઘી મોંઘી કાર હશે તો તે નાસીર ખાન છે. નાસીર ખાન પોતાની સુપર કાર્સને કારણે લોકપ્રિય છે.

નાસીર ખાને હાલમાં જ ROLLS ROYCE CULLINAN BLACK BAGDE કાર ખરીદી હતી. આ કારની કિંમત 1.5 મિલિયન ડોલર્સ એટલે કે 11 કરોડ રૂપિયા છે. નાસિર હૈદરાબાદના એક પૈસાદાર પરિવારમાંથી આવે છે અને તે બિઝનેસમેન છે. તે હૈદરાબાદમાં મોંઘી મોંઘી કાર ખરદીતો રહે છે.

નાસીર ખાનનું ગેરેજ લક્ઝૂરિયસ કાર્સથી ભરેલું છે. તે માને છે કે ભારતીય ફિલ્મમાં ક્લાસિકલ કાર ડિઝર્વ કરે છે. તે હોલિવૂડની જેમ બોલિવૂડમાં પણ મોંઘીદાટ કાર બતાવવામાં આવે તેમ માને છે. આટલું જ નહીં નાસીર માને છે કે જો કોઈ હોલિવૂડ પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર તેની કાર લેવા ઈચ્છે છે તો તે હોલિવૂડ ફિલ્મમાં આપવા તૈયાર છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *