થિયેટરની બહાર આવીને યુવકે ‘આદિપુરુષ’ ફિલ્મ વિશે ખરાબ બોલ્યો, પછી તો લોકોએ ભેગા મળીને યુવકને ઢીબી નાખ્યો… જુઓ વાયરલ વિડિયો…

થિયેટરની બહાર આવીને યુવકે ‘આદિપુરુષ’ ફિલ્મ વિશે ખરાબ બોલ્યો, પછી તો લોકોએ ભેગા મળીને યુવકને ઢીબી નાખ્યો… જુઓ વાયરલ વિડિયો…

અત્યારે સોશિયલ મીડિયા પર આદિપુરુષ ને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે, લાંબી રાહ બાદ આખરે પ્રભાસ અને ક્રિતી સેનન સ્ટાર ફિલ્મ ‘આદિપુરુષ’શુક્રવારે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ. પ્રભાસ અને ક્રિતીનૂ ફિલ્મને એક તરફ ઘણો પ્રેમ મળી રહ્યો છે. બીજી તરફ ફિલ્મની ઘણી ટીકાઓ પણ થઈ રહી છે, જોકે પ્રભાસ ની ફેન ફોલોઇંગ એટલી મજબૂત છે કે તેમના સ્ટાર વિશે કંઈ પણ ખરાબ સાંભળી શકતા નથી.

તાજેતરમાં જ્યારે એક વ્યક્તિએ આદિપુરુષની બુરાઈ કરી તો અભિનેતા ના ફેન્સે તે વ્યક્તિને જોરદાર માર માર્યો. એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે જેમાં એક વ્યક્તિ ફિલ્મ વિશે વાત કરતો જોવા મળે છે. પછી કેટલાક લોકો તેની પીટાઈ કરે છે, વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ આદિપુરુષ વિશે પોતાનો રીવ્યુ આપે છે. ત્યારે જ ઘણા લોકો તેના પર ગુસ્સે થઈ જાય છે અને તેને મારવા લાગે છે.

ક્લિપ શેર કરતા એવું કહેવાય રહ્યું છે કે પ્રભાસના ચાહકો એક માણસને મારી રહ્યા છે કારણ કે તેણે આદિપુરુષ વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર વ્યક્તિએ આદિપુરુષના VFXને નકામું ગણાવ્યું અને પ્રભાસના પર્ફોર્મન્સ પર પ્રતિક્રિયા પણ આપી છે. તે વ્યક્તિએ કહ્યું કે તે ગેટઅપ તેના પર શુટ નથી કરતો, બાહુબલી માટે રાજા જેવો દેખાતો હતો.

તેનામાં રોયલ્ટી જોઈને તેઓએ તેને આ રોલ માટે લીધો, કેટલાક લોકો આ વ્યક્તિ પર ગુસ્સે થઈ ગયા અને તેને મારવા લાગ્યા. ઘણા યુઝર્સ આ વિડીયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, એક યુઝરે લખ્યું છે કે હમણાં જ વીડિયો જોયો. તેને બાહુબલી માટે પ્રભાસની પ્રશંસા કરી પરંતુ આદિપુરુષ માટે ટીકા કરી છે.

ચાહકોની સામે ક્યારેય સત્ય ન બોલો કારણકે તેઓ કંઈ પણ કરી શકે છે. બીજા યુઝરે એ લખ્યું કે આટલું પણ સાચું નહોતું બોલવાનું, અન્ય એક યુઝરે કહ્યું આમાં નવું શું છે ? ભારતીયો વાસ્તવિકતા અને કાલ્પનિક વચ્ચેનો તફાવત નથી જાણતા . જણાવી દઈએ કે ફિલ્મે પહેલા દિવસે જ શાનદાર કલેક્શન કર્યું છે, સેકિનલ્કના રિપોર્ટ અનુસાર આદિપુરુષે 86 કરોડથી ૯૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફિલ્મની હિન્દી ભાષામાં કમાણી વિશે વાત કરીએ તો ફિલ્મ હિન્દીમાં 35 કરોડ થી 45 કરોડની કમાણી કરી છે અને તેલુગુ ભાષામાં ફિલ્મે 50 કરોડ સુધીની કમાણી કરી છે. મલયાલમમાં આ ફિલ્મે ચાર કરોડ રૂપિયાની કમાણી કરી છે અને તમિલમાં આ ફિલ્મને 8 કરોડનો બિઝનેસ કર્યો છે. ત્યારે ફિલ્મે વિશ્વભરમાં 140 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *