સુરતમાં લગ્નના એક મહિના બાદ 20 વર્ષની યુવતીએ રસોડામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જાણો યુવતી ઉપર એવી તો શું આ વખત આવી પડી હશે…

સુરતમાં લગ્નના એક મહિના બાદ 20 વર્ષની યુવતીએ રસોડામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જાણો યુવતી ઉપર એવી તો શું આ વખત આવી પડી હશે…

સુરતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. સુરતમાં ડીંડોલી મોદી સ્ટ્રીટ ખાતે રહેતી એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના લગ્ન હજુ એક મહિના પહેલા જ થયા હતા. રૂપિયા માટે ત્રાસ આપવામાં આવતો હતો. આ ઉપરાંત મહિલા ના પતિના તેની મામી સાથે અનૈતિક સંબંધ પણ હતા.

હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી મહિલાની માતાની ફરિયાદના આધારે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ મહારાષ્ટ્રના ધુલિયા સ્થિત જીમખેડાના વતની અને હાલમાં ડીંડોલી વિસ્તારમાં મોદી સ્ટ્રીટ ખાતે રહેતા સાગરભાઇ હીરા મજૂરીની કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

એક મહિના પહેલા સાગરના લગ્ન 20 વર્ષની અશ્વિની નામની યુવતી સાથે થયા હતા. સોમવારના રોજ રાત્રિના સમયે રસોડામાં અશ્વિનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, લગ્ન થઈ ગયા બાદ અશ્વિનીનો પતિ સાગર કોઈ કામ ધંધા પર જતો ન હતો. પહેલા તે હીરામાં મજૂરી કામ કરતો હતો પરંતુ લગ્ન બાદ અંતે ઘરે જ રહેતો હતો. એટલું જ નહીં પરંતુ સાસરિયાંઓ અશ્વિની પાસેથી ચાર લાખ રૂપિયાની માંગણી પર કરતા હતા.

હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને ડીંડોલી પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીની માતાએ જણાવ્યું કે, મેં મારી દીકરી અશ્વિની ને પૂછ્યું હતું કે તું સાસરિયામાં ખુશ છો ને.

ત્યારે તેને મને કહ્યું હતું કે હું સાસરિયામાં ખુશ નથી ત્યારે મેં તેને આશ્વાસન આપ્યું હતું કે તારું નવું નવું લગ્ન જીવન છે એટલે થોડાક ટાઈમ એવું લાગશે. આટલું જ નહીં પરંતુ દીકરીએ એમ પણ કહ્યું હતું કે મારા પતિ સાગર નું તેની મામી સાથે અનૈતિક સંબંધ છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને ડીંડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *