લગ્નના 54 વર્ષ પછી ઘરમાં પારણું બંધાયું, મહિલા 70 વર્ષ બાદ “માં” બની… આખી ઘટના સાંભળીને ચોકી ઉઠશો…

લગ્નના 54 વર્ષ પછી ઘરમાં પારણું બંધાયું, મહિલા 70 વર્ષ બાદ “માં” બની… આખી ઘટના સાંભળીને ચોકી ઉઠશો…

હાલ રાજસ્થાનના અલવરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જાણવા મળ્યું છે કે સોમવારે 70 વર્ષથી વધારે ઉંમરના દંપતીના ઘરમાં કિલકારી ગુંજી ઊઠી છે. માતાની ઉંમર 70 વર્ષ અને પિતાની ઉંમર 75 વર્ષ છે, લગ્નના અંદાજે 54 વર્ષ પછી બંનેનું આ પહેલું સંતાન છે.

54 વર્ષ બાદ સંતાન પ્રાપ્તિનું સુખ મળતા દંપત્તિના ખુશી ના કોઈ ઠેકાણા નથી. તેમજ આ અંગે ડોક્ટરોનો દાવો છે કે રાજસ્થાનનો આ પહેલો કેસ છે, ડોક્ટરોએ જણાવ્યું કે રાજસ્થાનનો આ પહેલો એવો કેસ છે જેમાં આટલી મોટી ઉંમરની મહિલાએ દીકરાને જન્મ આપ્યો છે.

જોકે આઇ.વી.એફ ટેકનોલોજી દુનિયામાં પહેલા પણ ઘણા વૃદ્ધ દંપત્તિ 70 થી 80 વર્ષની ઉંમરે માતા-પિતા બન્યા છે. મળતી માહિતી અનુસાર ઝુંઝુનુના નુહનિયા ગામના પૂર્વ સૈનિક ગોપીચંદને બાંગ્લાદેશના યુદ્ધ દરમિયાન પગમાં ગોળી વાગી હતી. તેમજ આ દંપત્તિને સંતાન નહોતું,

ત્યારે આ અંગે ગોપીચંદનું કહેવું છે કે હવે તેઓ દુનિયામાં બધાના બરાબર થઈ ગયા છે. હવે તેમનો વંશ પણ આગળ વધી શકશે, ચંદ્રવતી ની આંખોમાંથી વારંવાર ખુશીના આંસુ આવી રહ્યા છે. આઈ.વી.એફ એક્સપર્ટ ડોક્ટર પંકજ સગુપ્યા કહે છે કે, દેશમાં આ ઉંમરે બાળકોના જન્મ થવાના આવા ખૂબ જ ઓછા કિસ્સા હોય છે.

રાજસ્થાનનો કદાચ આ પહેલો કેસ છે, જેમાં 75 વર્ષના પુરુષ અને 70 વર્ષની મહિલાના ઘરે દીકરાનો જન્મ થયો છે. બાળકનું વજન અંદાજે પોણા ત્રણ કિલો હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં આ દંપતીના ખુશીના કોઈ ઠેકાણા નથી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *