ભક્તિ માં લીન થયેલી જોવા મળી અભિનેત્રી સારા અલી ખાન,ભગવાન કેદારનાથની ભસ્મ આરતીમાં કઈક આવા અંદાજમાં જોવા મળી….જુવો વીડિયો

મધ્યપ્રદેશની ધાર્મિક નગરી તરીકે પ્રખ્યાત ઉજ્જૈન માં આવેલ બાબા મહાકાલ ના દરબારમાં બોલીવુડ સેલિબ્રિટીઓનો આવવાનો સિલસિલો હમણાં બહુ જ જોવા મળી રહ્યો છે.ત્યારે હવે બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન ની દીકરી અને બોલીવુડ ની અભિનેત્રી સારા અલી ખાન આજે સવારે મહાકાલ ના દર્શને પહોંચી છે.હાલમાં સારા અલી ખાનની આવનારી ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ ની રિલીઝ પહેલા તે દેશના અલગ અલગ મંદિરોમાં જઈને આશીર્વાદ મેળવી રહી છે.
ત્યારે હાલમાં સારા અલી ખાન બુધવારના રોજ બાબા મહાકાલ ના દર્શન કરવા માટે ઉજ્જૈન પહોંચી છે. જ્યાં ભસ્મ આરતી માં તે સામિલ થયેલ જોવા મળી રહી છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વીડીયો માં જોઈ શકો છો કે અભિનેત્રી સારા અલી ખાન નંદી હાલમાં મહાકાલની ભક્તિ માં લીન થયેલી જોવા મળી આવે છે.બુધવારના રોજ સવારે જ અભિનેત્રી સારા અલી ખાન મધ્યપ્રદેશ ના ઉજ્જૈન માં આવેલ વિશ્વ પ્રસિદ્ધ મંદિર બાબા મહાકાલ ના દરબાર માં હાજરી આપી હતી અને સાથે જ બાબા ની સવારમાં થતી ભસ્મ આરતીનો પણ લાભ લીધો છે.
#WATCH उज्जैन (मध्य प्रदेश): अभिनेत्री सारा अली खान ने महाकाल मंदिर में भस्म आरती में हिस्सा लिया और पूजा अर्चना की। pic.twitter.com/ctmgWYinDf
— ANI_HindiNews (@AHindinews) May 31, 2023
સામે આવી રહેલ વીડીયો માં અભિનેત્રી સારા અલી ખાન મહાકાલેશ્વર મંદિર ના નંદી હોલમાં ભક્તિમાં લીન થયેલી જોવા મળી આવી છે.તમને જાણ જ હશે કે હજુ થોડા દિવસો પહેલા જ અભિનેત્રી સારા અલી ખાન એ ઉત્તરાખંડ માં આવેલ ભગવાન કેદારનાથ ના દર્શન કરવા માટે પણ પહોંચી હતી.મહાકાલ મંદિરના પૂજારી પંડિત સંજય ગુરુ એ જણાયું કે અભિનેત્રી સારા અલી ખાન બાબા મહાકાલ ની ભક્ત છે.તે સમય મળતા જ બાબા ના દર્શન કરવા માટે અહીં આવે છે. આજે સવારે પણ તે બાબા મહાકાલ ની ભસ્મ આરતી માં શામિલ થવા માટે મહાકાલ મંદીર આવી હતી.