અમદાવાદમાં એક્ટિવાનું બેલેન્સ બગડતા યુવક પટકાયો નીચે અને માથા પરથી ફરી વળ્યુ ગાડીનું પૈડું…’ૐ શાંતિ’

અમદાવાદમાં એક્ટિવાનું બેલેન્સ બગડતા યુવક પટકાયો નીચે અને માથા પરથી ફરી વળ્યુ ગાડીનું પૈડું…’ૐ શાંતિ’

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ઘણીવાર ભારે ગતિના કારણે લોકો મોતને ભેટતા હોય છે જેના કારણે અનેક પરિવારજનોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવે છે આવી જ એક ઘટના ગુજરાતના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે જેમાં એક યુવકે પોતાનું સંતુલન ગુમાવતા પોતાની ગાડી સ્લીપ થઇ ગઈ હતી. જેના કારણે પાછળથી આવતી ગાડીએ તેના માથા પર પૈડું ફેરવી દીધું હતું.

આ દર્દનાક ઘટનામાં યુવકનું ઘટના સ્થળે મોત થયુ હતું. આ ઘટના અમદાવાદના પરિમલ ગાર્ડન પાસેના અંડર બ્રિજ પાસે બની હતી. મૃતક યુવક નવરંગપુરા માં રહે છે તે હાલમાં આઇટી કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ સવારે જ્યારે તે નોકરી માટે activa લઈને જઈ રહ્યો હતો ત્યારે તેનું અચાનક જ ગાડી પરથી સંતુલન વિખેરાઈ ગયું હતું તેથી અચાનક જ તે જમીન પર પડ્યો હતો તેથી પાછળથી આવેલી ગાડીએ તેના માથા પર પૈડું ફેરવી દીધુ હતું.

જેના કારણે આસપાસના લોકો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરોની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ થતા આસપાસના લોકો પાસેથી પૂછપરછ કરી હતી જોકે આ અકસ્માતની સાથે ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે આવીને કે તમામ ટ્રાફિકને દૂર કરી હતી. દીકરાના સમાચાર પરિવારને મળતાની સાથે જ તમામ લોકો ખૂબ જ દુઃખી થયા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *