અંબાલાલ પટેલની આગાહી મુજબ વાવાઝોડું જ્યાં ટકરાશે ત્યાં 150-160 કિમિ પ્રતિ કલાકની ઝડપનો પવન ફૂંકાશે.”

અંબાલાલ પટેલની આગાહી મુજબ વાવાઝોડું જ્યાં ટકરાશે ત્યાં 150-160 કિમિ પ્રતિ કલાકની ઝડપનો પવન ફૂંકાશે.”

હાલમાં વાવાઝોડાના અનેક જગ્યાએથી સમાચાર આવી રહ્યા છે તેવા સમયમાં અમુક જગ્યાએ વાવાઝોડા ના અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પવનની ગતિમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં પણ વાવાઝોડાએ પોતાની તબાહી સર્જવાનું શરૂ કરી દીધું છે.

છેલ્લા ઘણા સમયમાં દ્વારકા તથા જામનગર જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ સાથે તોફાનો પણ જોવા મળ્યા હતા ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનમાં પણ ભારે વાવાઝોડા સાથે પવન ફૂંકાવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. વાવાઝોડાની તમામ આગાહીઓ વચ્ચે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે જેમાં જણાવ્યું છે કે આગળના સમયમાં આ વાવાઝોડું પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.

જેને કારણે આપણે સૌએ સતર્ક થવાની ખૂબ જ જરૂર છે આવનારા સમયમાં આ વાવાઝોડું ખૂબ જ ઘાતક બની પૂર તથા ભારે તોફાન સર્જી શકે છે. ગુજરાતના પાડોશી વિસ્તારોમાં પણ વાવાઝોડાની અસર થવાની શક્યતાઓ છે અંબાલાલના જણાવ્યા અનુસાર ગુજરાત સાથે જ્યારે વાવાઝોડું ટકરા છે ત્યારે 150 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જે અનેક લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

તેની માટે જ બચાવ કામગીરીની ટીમ પણ સતત થઈ ચૂકી છે જેના કારણે આવનારી મુશ્કેલીઓ માટે સતર્ક થઈ શકે. અંબાલાલ પટેલ ના કહેવાનું સાર વાવાઝોડું 15 16 અને 17 દરમિયાન ખૂબ જ ભારે પવન તથા તોફાન સાથે ગુજરાતમાં ટકરાશે ગુજરાત સાથે સાથે રાજસ્થાનમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અસર જોવા મળશે ત્યાં પણ ભારે વાવાઝોડા સાથે વધારે પ્રમાણમાં વરસાદ જોવા મળી શકે છે. જેને કારણે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે વાવાઝોડાના પગલે અંબાલાલ પટેલે આ પ્રકારની આગાહી હાલમાં વ્યક્ત કરી છે.

જોકે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અનેક શહેરોમાં ધીમીધારે વરસાદ તથા પવનના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આગળની આગાહી જણાવ્યા અનુસાર પવનની ગતિ એટલે વધારે હશે કે લોકોના કાચા મકાન તથા નળિયાવાળા મકાનમાં પણ વધારે અસર થઈ શકે છે. તેથી તે લોકોને પણ સ્થળાંતર કરવાનો વારો આવી શકે છે.

ઘણીવાર પશુપાલક વિસ્તારોમાં પણ અનેક પ્રાણીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી પશુના માલિકમાં પણ ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ તેઓ પણ આગાહીને ધ્યાનમાં લઈને પોતાના પશુઓની વ્યવસ્થા કરી લીધી છે જોકે આવનારા સમયમાં વાવાઝોડું કેવું રૂપ ધારણ કરી શકે છે તે જોવાનું રહ્યું જોકે હાલમાં તો અંબાલાલ પટેલે આગાહી કરીને સૌ લોકોને સાવચેત રહેવાનું જણાવ્યું છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *