ચારધામની યાત્રાએ ગયેલી સુરતની મહિલાને મળ્યું ધ્રુજાવી દેતું મોત, જાણો એવી તો શું ઘટના બની

ચારધામની યાત્રાએ ગયેલી સુરતની મહિલાને મળ્યું ધ્રુજાવી દેતું મોત, જાણો એવી તો શું ઘટના બની

અત્યારે ચાર ધામની યાત્રા (Char Dham Yatra) માં ઘણા શ્રદ્ધાળુઓ યાત્રા કરવા જઈ રહ્યા છે. અવારનવાર એવા કિસ્સો સામે આવતા હોય છે કે જેમાં લોકો પોતના જીવ ગુમાવી બેસે છે. તેવી જ ઘટના સામે આવી છે જેમાં પત્ની પોતાના પતિ સાથે ચાર ધામની યાત્રા પર ગયા હતા. તે દંપતી હાલ સુરતના પાલનપુર પાટિયા (Palanpur Patiya, Surat) નજીક રહે છે. તેમાં 42 વર્ષીય પરિણીતાને ઉત્તરાખંડ (Uttarakhand) માં મગજમાં હુમલો (Brain attack) આવ્યો હતો. તેમને હાલ સા૨વા૨ માટે એર એમ્બ્યુલન્સ (Air ambulance) મારફત સુરત લાવવામાં આવી હતી. જો,કે તેમનું દરમિયાન મોત થયી ગયું છે.

બ્રેન સર્જરી પછી તેમને સુરત ખસેડાઇ
પાલનપુર પાટિયામાં રહેતા ડિમ્પલબેન અનિલભાઈ ભજીયાવાલા તેમના પતી સાથે ચારધામની યાત્રા કરવા ગયા હતા. તે દરમિયાન 28 મેના રોજ દહેરાદૂનમાં અચાનક જ તેમની તબિયત બગડી જતા તેમને ત્યાંથી હિમાલય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહી તેમનો રિપોર્ટ કઢાવ્યા બાદ ડોક્ટર જણાવ્યું કે તેમને મગજ નો હુમલો આવ્યો છે. તેમની તાત્કાલિક બ્રેન સર્જરી કરવાની જરૂર હોવાથી અને તેમની સર્જરી કર્યા પછી તેમને 31 મેના રોજ ગુજરાત સરકારની એરએમ્બ્યુલન્સમાં સુરત લાવવામાં આવ્યા હતાં. એરએમ્બ્યુલન્સે આ અંતર પોણા પાંચ કલાકમાં કાપ્યું છે.

જય દ્વારકાધીશ… બિપોરજોય વાવાઝોડા સામે સૌની રક્ષા માટે દ્વારકાધીશ મંદિર પ…
સુરત લવાઈ ત્યારે આ મહિલા બેભાન હતી
એરપોર્ટ ઓથોરિટી દ્વારા 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી દેવામાં આવી હતી કે, એક ક્રિટિકલ દર્દી ઇમરજન્સીમાં દેહરાદૂનથી એર એમ્બ્યૂલન્સ દ્વારા સુરત આવી રહ્યું છે. જેના કારણે ઝડપથી સુરતના અડાજણ વિસ્તારમાંથી 108 એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ તરફ રવાના કરી દેવામાં આવી હતી. એર એમ્બ્યૂલન્સના ઈએમટી શબ્બીરભાઈ અને પાઇલોટ તેજસભાઈને સંપૂર્ણ માહિતી આપી હતી. મહિલા બેભાન હોવાથી વેન્ટિલેટર અને મલ્ટીપેરા મોનિટરથી સારવાર ચાલુ કરી 108 સેન્ટરના ફિઝીશિયનના સંપર્કમાં રહી ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.

13 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું
જયારે એર એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ ૫૨ આવી ત્યારે ડિમ્પલબેન બેભાન હતા. સુરતમાં તેમને પહેલા ખટોદરા કેનાલ રોડની ખાનગી હોસ્પિટલમાં અને પછી કતારગામની ખાનગી હોસ્પિટલમાં ડિમ્પલબેનને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 13 દિવસની સારવાર પછી તેમનું મોત નીપજ્યું હતું.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *