MS ધોની એ રસ્તા માં ફેન સાથે કર્યું આવું કામ, સાદગી જોઈને ચાહકો નું દિલ ભરાઈ આવ્યું, જુઓ વિડીયો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ફ્લાઇટમાં જોવા મળી રહ્યા છે. ધોનીને ફ્લાઇટમાં એર હોસ્ટેસ ચોકલેટ ગિફ્ટ કરતી જોવા મળે છે અને તેના પર ધોનીનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે
હાલ ધોનીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ફ્લાઇટમાં એર હોસ્ટેસ ધોની સામે ચોકલેટ મુકે છે પરંતુ ધોની માત્ર એક જ ચોકલેટ ઉઠાવે છે. તે આ દરમિયાન હસતો જોવા મળી રહ્યો છે. ધોનીના આ વીડિયોને એક ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકોએ કોમેન્ટ કરી છે.
ફેન્સ માહીની સાદગી પર મોહી પડ્યા
ધોની પરિવાર સાથે ઇન્ડિગોની ફ્લાઇટમાં બિઝનેસક્લાસમાં નહી પણ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આ જોઇને પણ ફેન્સ માહીની સાદગી પર મોહી પડ્યા હતા.
એરહોસ્ટેસ ધોની માટે ચોકલેટ્સ લાવી
The way he winks his eyes 🥺
Also the way she is acting kittenish while having is wife right next to him 🥰What a video @msdhoni 🤩 pic.twitter.com/SkrhQeZnDE
— LEO (@BoyOfMasses) June 25, 2023
વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ધોની અને તેના પત્ની ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે. આ દરમિયાન ધોનીને એર હોસ્ટેસ ચોકલેટ લાવીને આપે છે પરંતુ ધોની હળવી સ્માઈલ સાથે માત્ર એક ચોકલેટ ઉઠાવે છે. આ દરમિયાન એર હોસ્ટેસ અને ધોની વચ્ચે વાતચીત પણ થાય છે.