‘ધ કપિલ શર્મા શો’ ના એક્ટરે લાઈવ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો…ફિનાઇલ ગટગટાવી ગયો અને પછી જે થયું…જુઓ વિડીયો

‘ધ કપિલ શર્મા શો’ ના એક્ટરે લાઈવ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો…ફિનાઇલ ગટગટાવી ગયો અને પછી જે થયું…જુઓ વિડીયો

સૌના લોકપ્રિય શો એવા ધ કપિલ શર્મા શોમાં એ ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે કે જેમાં નાના પાટેકર નામથી ફેમસ તીર્થાનંદ આવે Facebook પર લાઈવ થઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તુરત પોલીસ વધુ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી તેમનો જીવ બચાવ્યો હતો. હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પરંતુ એક સારા સમાચાર એ છે કે તે હવે ખતરાની બહાર છે.

તેમને સમયસર સારવાર મળવાથી તેઓ બચી ગયા છે આ વાતથી તેમના ચાહકોમાં ચિંતા નો માહોલ સર્જાયો હતો તીર્થાનંદે કોઈ પણ જાતના ડર વગર લાઈવ થઈને ફીનાઇલ પીવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના મિત્રએ આ લાઈવ જોતાની સાથે જ પોલીસને જાણ કરી દેતા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી તેમનો બચાવ કરવામાં આવ્યો હતો. પોલીસ પહોંચતા ની સાથે જ તીર્થાનંદ બેભાન હાલતમાં જોવા મળ્યો હતો.

ત્યારબાદ તીર્થાનંદે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે મહિલા સાથે લિવિંગમાં રહેતો હતો જેને બે દીકરીઓ હતી પણ અવારનવાર તીર્થાનંદ ને તેની પત્ની પૈસા માટે ધમકાવતી હતી અને તેમની સામે કેસ પણ કર્યો હતો તીર્થાનંદે લાઈવ દરમિયાન કહ્યું હતું કે જો તેને કંઈ પણ થાય તો તેને ન્યાય મળવો ખૂબ જ જરૂરી છે આ મહિલાના દબાણને કારણે મારા પર બે ત્રણ લાખનું દેવું પણ છે.

આ મહિલાએ મારા પર દબાણની સાથે સાથે મારા વિરુદ્ધ અને ફરિયાદો પણ નોંધાવી હતી. તેથી જ હું ખૂબ જ ચિંતામાં રહેતો હતો. હું હજુ સુધી નથી જાણતો કે તે મારા પર કયા કારણોસર આરોપ લગાવી રહી છે તેથી જ તે તીર્થાનંદે લાઈવમાં ગ્લાસમાં ફિનાઈલ લઈ લીધું હતું. ત્યારબાદ તેણે એવું પણ જણાવ્યું હતું કે હવે જે પણ મને થશે તેના માટે તે મહિલા જવાબદાર રહેશે તેથી જ મને ન્યાય મળ્યો ખૂબ જ જરૂરી છે પરંતુ તેના મિત્રની સૂઝબૂચ તથા પોલીસની ઝડપના કારણે તેમને સમયસર સારવાર મળવાથી તેનો આબાદ બચાવ થયો હતો.

હાલમાં તે ખતરા ની સંપૂર્ણ બહાર છે તેથી જ તેમના ચાહકોએ પણ હાશકારો નો અનુભવ કર્યો હતો. તીર્થાનંદ વધુ જણાવતા કહે છે કે મહિલાના કારણે મારે ઘરથી બહાર જવું પડ્યું હતું. ત્યારબાદ હું 10 થી 12 દિવસ તો ફૂટપાથ પર જ સૂતો રહ્યો હતો આ ફક્ત પહેલી વાર નથી કે તેમને પોતાના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યા હોય તેની પહેલા પણ ઘણીવાર તેણે જીવનનો અંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

વર્ષ 2021 માં કોરોના કાળમાં તેમણે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે બાદ આ ફીનાઇલ પી ને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમને ઘણા ટીવી શોમાં તથા ટીવી સિરિયલોમાં ઘણું કામ કર્યું છે તેના જ કારણે તેમને ચાહકોમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે તેમના ચાહકોનો હંમેશા પ્રેમ મળતો રહ્યો છે જોકે આ સમાચારથી તેમના ચાહકોમાં થોડીવાર માટે ચિંતા નો માહોલ બની ગયો હતો પરંતુ તેમના બચાવવાના કારણે તેમના ચાહકોએ હાશકરા નો અનુભવ કર્યો હતો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *