શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો અનોખો પ્રેમ..! શિક્ષકની બદલી થતાં શાળામાં એવા ભાવુક દ્રશ્યો સર્જાયા કે… વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે…

શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો અનોખો પ્રેમ..! શિક્ષકની બદલી થતાં શાળામાં એવા ભાવુક દ્રશ્યો સર્જાયા કે… વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે…

સોશિયલ મીડિયા પર આપણે ઘણી વખત બાળકોના શિક્ષક પ્રત્યેનો પ્રેમ ના વિડીયો જોયા હશે. આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર અરવલ્લી જિલ્લાના દોલપુર માંથી સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાની દોલપુર પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા તેમના વિદાય સમારોહમાં આખી સ્કૂલ હિબકે ચડી હતી.

શિક્ષકની વિદાય વેળાએ બાળકો પોક મૂકીને રડ્યા હતા, શાળાના અન્ય કર્મચારીઓ પણ શિક્ષકને ભેટીને રડી પડ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના દોલપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા દસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ચૌહાણની જિલ્લામાં આંતરિક બદલી થઈ છે.

જેથી રમેશભાઈ ના વિદાય સમારોહ વખતે દોલપુર પ્રાથમિક શાળામાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકને વિદાય આપતી વખતે બાળકો પોક મૂકીને રડી પડ્યા હતા, માત્ર બાળકો જ નહીં પણ દોલપુર પ્રાથમિક શાળાના અન્ય શિક્ષકો પણ ભાવુક થઈ ગયા હતા.

શાળાના શિક્ષકો રમેશભાઈ ને ભેટીને રડી પડ્યા હતા, આ ભાવુક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. શિક્ષક ની વિદાય નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં બાળકોનો શિક્ષક પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બાળકો શિક્ષકને વિદાય આપતી વખતે રડી રહ્યા છે. શિક્ષક જ્યારે પોતાની કારમાં બેસીને શાળામાંથી નીકળે છે ત્યારે પણ શાળાના મેદાનમાં બાળકો રડી રહ્યા છે. કહેવાય છે ને કે એક ગુરુ અને શિષ્યનો પ્રેમ અનોખો હોય છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *