સુરતમાં નીકળી અનોખી અંતિમયાત્રા..! અંતિમયાત્રામાં પરિવારે ફટાકડા ફોડ્યા… મૃત્યુ પામેલા “બા” ની અંતિમ ઈચ્છા હતી કે…

સુરતમાં નીકળી અનોખી અંતિમયાત્રા..! અંતિમયાત્રામાં પરિવારે ફટાકડા ફોડ્યા… મૃત્યુ પામેલા “બા” ની અંતિમ ઈચ્છા હતી કે…

અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને કે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં લોકો કંઈક નવું કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. મરણ પ્રસંગે મરશિયા ગવાય અને જે મૃત્યુ પામ્યું હોય તેને યાદ કરીને તેની પાછળ કરુણ રુદન કરાતું હોય છે.

પરંતુ સુરતના કરંજ ગામમાં એક વૃદ્ધા ના મૃત્યુ પછી એક અલગ જ રીતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. કરંજ ગામમાં નીકળેલી અંતિમયાત્રાને જોઈને સૌ કોઈ લોકો અચંબિત થઈ ગયા હતા. વિગતવાર જાણીએ તો સુરતના કરંજ ગામ ખાતે એક વૃદ્ધાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

આ અંતિમયાત્રામાં ડીજે સામેલ કરવામાં આવ્યું હતું તેમજ પરિવારના સભ્યોએ ફટાકડા પણ ફોડ્યા હતા. કરંજ ગામમાં 103 વર્ષીય દિવાળીબેન નું અવસાન થયું હતું, 103 વર્ષે દિવાળીબેને અંતિમ શ્વાસ લીધા હોવાથી પરિવારે વાજતે ગાજતે ડીજે સાથે તેમની અંતિમયાત્રા કાઢી હતી. ડીજે સાથે ફટાકડા ફોડી પરિવારજનો એ અંતિમયાત્રા કાઢી તેમજ આ સાથે કોરિયાના મશાલ પ્રગટાવવામાં આવી હતી.

103 વર્ષીય વૃદ્ધાની ડીજે સાથે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જે અંતિમયાત્રાએ સૌ કોઈના ધ્યાન આકર્ષ્યા હતા તેમજ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દિવાળીબેન ની અંતિમયાત્રામાં ગામના તમામ લોકો જોડાયા હતા. આ અંતિમ યાત્રાની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *