ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી કહાની: પ્રેમજાળમાં ફસાવીને પતિ સાથે કરાવ્યા છૂટાછેડા અને પછી મહિલાની કરી નાખી હત્યા

ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી કહાની: પ્રેમજાળમાં ફસાવીને પતિ સાથે કરાવ્યા છૂટાછેડા અને પછી મહિલાની કરી નાખી હત્યા

ફરીદાબાદ પાસે બલ્લભગઢની આદર્શ કોલોનીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક પરિણીત મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ પછી પતિ પત્નીના મૃતદેહને સ્મશાનમાં લઈ ગયો અને અંતિમ સંસ્કાર કરવા લાગ્યો, પરંતુ તેણે તેની પત્નીના સંબંધીઓને આ વાતની જાણ કરી ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગે પડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતાની સાથે જ પોલીસ સ્મશાન પર પહોંચી અને સળગતી ચિતાને બુઝાવી, મહિલાના અડધા બળી ગયેલા મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક મહિલાએ બે લગ્ન કર્યા હતા. પહેલા પતિનું નામ રવિ હતું જેની પાસેથી તેણે છૂટાછેડા લીધા હતા. આ પછી તેણે કૃષ્ણ નામના યુવક સાથે લગ્ન કર્યા.

પતિ ગુપ્ત રીતે કરી રહ્યો હતો અંતિમ સંસ્કાર
મૃતકના પરિજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ કૃષ્ણની સ્મશાનભૂમિમાંથી જ અટકાયત કરી હતી અને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મૃતકના પિતા વિજેન્દ્રએ જણાવ્યું કે તેમની પુત્રી સવિતાના લગ્ન અગાઉ 2015માં ગૌંછીના રહેવાસી રવિ સાથે થયા હતા.

બલ્લભગઢના આદર્શ નગરમાં રહેતા કૃષ્ણને સવિતાના સાસરિયાંના પડોશમાં કોઈને મળવા જવાનું હતું. આ દરમિયાન કૃષ્ણએ સવિતાને પોતાના પ્રેમની જાળમાં ફસાવી અને 2018માં તેના પહેલા પતિ રવિ સાથે છૂટાછેડા લીધા બાદ કૃષ્ણ સાથે લગ્ન કર્યા. પરંતુ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. પીડિતાના પિતાનું કહેવું છે કે કૃષ્ણ તેમની દીકરીને માર મારતો હતો.

મૃતક સવિતાના પિતા વિજેન્દરનો આરોપ છે કે કૃષ્ણએ તેમની પુત્રીની હત્યા કરી હતી અને મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પિતા વિજેન્દરે જણાવ્યું કે આજે તે નહેરુ કોલોનીમાં પોતાના ઘરે હતો ત્યારે પોલીસ તેના ઘરે આવી અને તેને તેની પુત્રી સાથેની ઘટનાની જાણકારી આપી. જે બાદ તે પોલીસ સાથે સ્મશાનગૃહ પહોંચ્યો જ્યાં તેણે જોયું કે કૃષ્ણ તેમની પુત્રીના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા. પોલીસે આગ બુઝાવી લાશને પોતાના કબજામાં લીધી હતી. અમે ઈચ્છીએ છીએ કે આરોપી કૃષ્ણને ફાંસી આપવામાં આવે.

પોલીસે આરોપી પતિની કરી અટકાયત
આ બાબતે એસએચઓ કુલદીપ સિંહે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે એક મહિલાનું શંકાસ્પદ રીતે મોત થયું છે અને તેનો પતિ તેના પરિવારજનોને જાણ કર્યા વિના તેના અંતિમ સંસ્કાર કરી રહ્યો છે. માહિતી મળ્યા બાદ અમે ચિતાને ઓલવી નાખી. આરોપી પતિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *