ગરીબ માં-બાપ મજુરીએ ગયા અને ઘરે દીકરાએ ભરી લીધું એવું પગલું કે જોતા જ માં-બાપ ચક્કર ખાઈ ઢળી પડ્યા, ચારે કોર માતમ છવાઈ ગયો..!

મધ્યમ વર્ગીય પરિવારમાં બે ટકનો રોટલો રળવા માટે પણ દરેક લોકો ખૂબ જ મહેનત અને મથામણ કરે છે, પરિવારના નાનાથી નાના સભ્યો માંડીને મોટા સભ્ય સુધી દરેક લોકો એક સરખી મહેનત કરીને પરિવારનો જીવન ગુજરાન ચલાવતા હોય છે. એક ગરીબ માતા પિતા તેમની બંને દીકરી અને દીકરાના ભવિષ્યની ચિંતા ને લઈને સવારના સમયથી જ મહેનત મજૂરી કામ કરવા માટે ચાલ્યા જતા હતા..
બિચારા મા બાપને એવી તો શી ખબર કે, તેમનો 19 વર્ષનો જુવાન જોધ એકનો એક દીકરો આ દુનિયાને હંમેશા હંમેશા માટે અલવિદા કહેવા જઈ રહ્યો છે, આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરના શિપ્રા વિસ્તાર પાસેની છે. અહીં લવકુશ કોલોનીની અંદર કમલભાઈ તેમની પત્ની રામકુવરબાઈ તેમજ 19 વર્ષનો એકનો એક દીકરો આશિષ અને તેમની બે દીકરીઓ સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા..
આ પરિવાર ખૂબ જ આર્થિક તંગીની અંદર સપડાઈ ગયો હતો, 19 વર્ષનો આશિષ એક થેલો બનાવવાની ફેક્ટરીની અંદર કામકાજ કરતો હતો અને તે રાત્રિના સમયે કામકાજે જતો એટલા માટે સવારે આવીને તે સુઈ જતો અને બપોરના સમયે ઉઠતો હતો. સવારના સમયે કમલભાઈ અને તેમની પત્ની રામકુવરબાઈ મહેનત મજૂરી કામ કાઢવા માટે નીકળી પડ્યા હતા..
જ્યારે બપોરના સમયે તેમની બંને દીકરીઓ પણ પરીક્ષા આપવા માટે ઘરથી બહાર ગઈ હતી, જ્યારે સાંજના સાત વાગે આ બંને દીકરીઓ તેના ઘરે પરત પહોંચી ત્યારે વારંવાર ઘરનો દરવાજો ખટખટાવા પર પણ આશિષએ દરવાજો ખોલ્યો નહીં, આ બંને દીકરીઓ તાત્કાલિક ધોરણે તેના માતા-પિતાને પણ ફોન કરીને જાણકારી આપી કે, આશિષ દરવાજો ખોલતો નથી..
તાત્કાલિક ધોરણે મહેનત મજૂરી કામ મૂકીને કમલભાઈ અને રામકુવર બાઈ પણ ત્યાં આવી પહોંચી હતા અને દરવાજો ન ખોલવાને કારણે આસપાસના પડોશીઓની મદદ લઈને ઘરનો દરવાજો તોડી નાખવામાં આવ્યો, જ્યારે અંદર જોતાની સાથે જ સૌ કોઈ લોકોને ચીખો ફાટી નીકળી હતી..
જ્યારે કમલભાઈ તેમજ રામકુવરબાઈની તો દ્રશ્યો જોઈને ત્યારે ત્યાં જ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા, તેઓએ જોયું તો તેમનો એકનો એક દીકરાએ લડકીને આપઘાત કરી લીધો હતો. તેને તાત્કાલિક ધોરણે નીચે ઉતારવામાં આવ્યો અને ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં ડોક્ટરે ટુકી તપાસ બાદ જણાવ્યું કે, આ યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું છે..
મૃત્યુના સમાચાર સાંભળીને સમગ્ર પરિવારમાં એકાએક મોતનો માતમ છવાઈ ગયો હતો. આશિષને કુલ ત્રણ બહેનો છે, જેમાંથી એક બહેન બહારગામ અભ્યાસ કરી રહી છે. જ્યારે બંને બહેનો ઘરે જ રહીને અભ્યાસ કરતી હતી. જ્યારે આશિષ એ પણ વધુ અભ્યાસ ન કરીને ફેક્ટરીમાં કામકાજ કરવા માટે લાગી પડ્યો હતો..
તેને એવું તો શું દુઃખ આવી પડ્યો હશે કે, જેના કારણે તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. તે કારણ જાણવા માટે સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા છે. આ ઘટનાની તપાસ પોલીસના અધિકારીઓ પણ ચલાવી રહ્યા છે. આશિષ છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ની અંદર વ્યક્તિઓ સાથે કોઈ વાતચીતને લઈને ખૂબ જ દુઃખી હતો. તેના મોબાઈલ ફોનમાં લોક લગાવી દેવામાં આવેલો છે, આ મોબાઈલ ફોનની તપાસ કરીને આશિષના મૃત્યુનું કારણ શોધવામાં આવી રહ્યું છે..