બહેને સાવ એટલે સાવ નાની એવી વાતમાં પોતાના 12 વર્ષના ભાઈનું ગળું દબાવીને પતાવી દીધો, પછી તો કંઈક એવું કર્યું કે… જીવ લેવાનું કારણ જાણીને હચમચી જશો..

બહેને સાવ એટલે સાવ નાની એવી વાતમાં પોતાના 12 વર્ષના ભાઈનું ગળું દબાવીને પતાવી દીધો, પછી તો કંઈક એવું કર્યું કે… જીવ લેવાનું કારણ જાણીને હચમચી જશો..

હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 15 વર્ષની બહેને પોતાના 12 વર્ષના ભાઈ સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને પગ નીચેથી જમીન સરકી જશે. આ ઘટનામાં બહેને પોતાના સગા ભાઇનું ઘણું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યાર પછી બહેને પોતાના ભાઈની ડેડબોડી પલંગની નીચે મૂકી દીધી અને એની ઉપર ચાદર ઢાંકી દીધી હતી.

જાણવા મળી રહ્યું છે કે બહેને સાવ એટલે સાવ નાની એવી વાતમાં પોતાના ભાઈનો જીવ લઈ લીધો છે. આ ઘટના હરિયાણાના ફરીદાબાદ માંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે 15 વર્ષની બહેનની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, ભાઈએ તેને ગેમ રમવા માટે મોબાઈલ ન આપ્યો તેથી તેને ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો.

વધુમાં બેને જણાવ્યું કે, માતા પિતા તેના ભાઈને વધુ પ્રેમ કરે છે. ગેમ રમવા માટે તેને મોબાઈલ આપતા હતા. જ્યારે હું મોબાઈલ માંગતી કે ગેમ રમતી તો મને ઠપકો આપતા. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ બની હતી. ગુરૂવારના રોજ મૃત્યુ પામેલા બાળકના માતા પિતા કામ પર ગયા હતા. આ દરમિયાન બાળક અને તેની બહેન ઘરે એકલા હતા.

મૃત્યુ પામેલા બાળકની માતાએ આ ઘટનાને લઈને જણાવ્યું કે, સાંજે જ્યારે તે ડ્યુટી પરથી પાછી આવી ત્યારે તેનો દીકરો પલંગ પર સૂતો હતો. અમને એમ લાગ્યું કે દીકરો સુઈ ગયો હશે. પરંતુ લાંબા સમય સુધી તેને હલનચલન ન કર્યું એટલે અમે તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેના ગળા ઉપર કેટલાક નિશાનો જોવા મળ્યા હતા એટલે અમને શંકા ગઈ હતી.

ત્યાં સુધીમાં તો આસપાસના લોકો ઘરે એકઠા થઈ ગયા હતા. દીકરાના ગળા ઉપર નિશાન જોઈને મેં મારી દીકરીને બોલાવી. ત્યારે દીકરીએ કહ્યું કે તેને કાંઈ ખબર નથી, વચ્ચે તે થોડોક ટાઈમ માટે ધાબા ઉપર રમવા માટે ગયો હતો. તેને અહીં કોઈને આવતા જતા પણ જોયા નથી. તેને ખબર નથી કે તેના ભાઈને શું થયું?

ત્યારબાદ માતાએ આ વાતની જાણ પોલીસને કરી હતી. ત્યાર પછી પોલીસે ઘરની તપાસ શરૂ કરી હતી. પોલીસને પણ મૃત્યુ પામેલા બાળકની બહેન ઉપર શંકા ગઈ હતી. પછી પોલીસે બહેનની કરેક્ટ પૂછપરછ કરી ત્યારે તેનો પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપી બેહેને જણાવ્યું કે, ભાઈ મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો. મે પૂછ્યું તો પહેલા કહે કે થોડાક સમય પછી ફોન આપીશ. પછી પણ તેને મોબાઈલ ન આપ્યો એટલે મેં ગુસ્સામાં ભાઈનું ગળું દબાવી દીધું.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *