“કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..” ધાબા પર સુકાતા કપડાં લેવા ગયેલી બે બહેનો સાથે બની દર્દનાક ઘટના…બંને દીકરીઓનું રીબાઈ રિબાઈને મોત

હાલમાં ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાએ અનેક લોકોના જીવ લીધા છે એવી જ એક દર્દનાક ઘટના ગોરખપુર માંથી સામે આવી છે કે જેમાં એક સાથે જ બે બહેનોના ભારે તુફાનના કારણે મોત થયા હતા જેથી પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. આ ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં બે બહેનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
તે જ્યારે ગુરૂવારના રોજ સાંજના સમયે સાત વાગ્યાની આસપાસ ધાબા ઉપર રહેલા કપડાં લેવા માટે જાય છે ત્યારે બીજા માળની રેલિંગ પરથી ભારે પવન ફુકાવાને કારણે તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે ત્યારબાદ તેઓ બીજા માળેથી ખૂબ જ ગંભીર રીતે નીચે પડે છે. નીચે પડતા નો અવાજ સાંભળતાની સાથે જ તેમના પરિવારજનો તથા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી જાય છે.
તેમને તુરંત જ વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. જ્યાં ડોક્ટરની લાંબી સારવાર બાદ બંને બહેનોને મૃત જાહેર કરવામાં આવે છે બંને બહેનોના મૃત્યુના સમાચાર સાંભળવાથી પરિવારમાં હૈયાફાટ રૂદન ના અવાજ સંભળાય છે. મૃત્યુ પામેલી એક બહેનની ઉંમર 22 વર્ષની હતી જ્યારે બીજી બહેન ની ઉંમર માત્ર 12 વર્ષની જ હતી.
ત્યારબાદ બંને બહેનોની અંતિમયાત્રા એક જ સાથે કાઢવામાં આવી હતી બંને બહેનોની એક સાથે અંતિમયાત્રા જોઈ સમગ્ર ગામ શોક ની લાગણીમાં ગરકાવ થઈ ગયું હતું. જોકે આ વાવાઝોડાને પગલે અનેક આવી ઘટનાઓ સામે આવી છે જેમાં ઘણા પરિવાર એ પોતાના પ્રિય સ્વજનો ગુમાવ્યા છે.