માતાએ પોતાના 3 બાળકો સાથે પાણીથી ભરેલા ટાંકામાં કૂદીને સુસાઈડ કરી લીધું… એક સાથે ચાર અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ તેના ત્રણ બાળકો સાથે ટાંકામાં કૂદીને સુસાઇડ કરી લીધું છે. એક જ સાથે પરિવારના ચાર સભ્યોના મત હતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે ઘરના તમામ સભ્યો ખેતરમાં કામ કરવા માટે ગયા હતા.
જ્યારે તેઓ સાંજના સમયે ખેતરમાં કામ કરીને ઘરે પરત આવ્યા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે પાંચ વાગ્યાની આસપાસ રાજસ્થાનના બિકાનેરમાં બની છે. આ ઘટનામાં માતા સહિત તેની બે દીકરીઓ અને એક દીકરાનું મોત થયું છે
મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમને જણાવ્યું કે તેમની પુત્ર વધુ એક બાળકો સાથે પાણીથી ભરેલા ટાંકામાં કૂદીને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ પરિવારના તમામ સભ્યો દોડતા થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, પરિવારમાં અણબનાવ ચાલી રહ્યા હતા. ગુરૂવારના રોજ પરિવારના તમામ સભ્યો ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. આ દરમિયાન મહિલા અને તેના બાળકો ઘરે હતા. ત્યારબાદ મહિલાએ પોતાના બાળકો સાથે પાણીના ટાંકામાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટનાની માહિતી મળતા જ સાંજના પાંચ વાગ્યાની આસપાસ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ચારેયના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, પતિ પત્ની વચ્ચે બે દિવસ પહેલા ઝઘડો થયો હતો. મૃત્યુ મહિલાના પતિને દારૂનું વ્યસન છે. ઘટનાના દિવસે એટલે કે ગુરૂવારના રોજ સવારે પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણોસર મહિલાએ સુસાઇડ જેવું મોટું પગલું ભર્યું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે.