જેતપુરનો હિન્દૂ યુવક બાંગલાદેશની યુવતી પાછળ થયો લટ્ટુ…ધર્મપરિવર્તન કરીને સુન્નત કરાવવા હોસ્પિટલ પહોંચ્યો ત્યારે….

રાજકોટનો હિન્દુ યુવક આશિષ ગૌસ્વામી પોતાનો ધર્મ પરિવર્તન કરીને અલસમી મોહમ્મદ શેખ બની ગયો છે. આ યુવક જ્યારે જેતપુરની સરકારી હોસ્પિટલમાં સુન્નત કરાવવા માટે પહોંચ્યો ત્યારે તેના પરિવાર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. યુવકના પરિવારને ખબર જ નહોતી કે તે આવું પગલું ભરી લેશે. આ યુવકે મુસ્લિમ ધર્મ કઈ રીતે અપનાવ્યો તેની પાછળ મોટા ખુલાસા થઈ રહ્યા છે. ધર્મ પરિવર્તન કરનાર યુવકને સમજાવવા માટે હિન્દુ સંગઠનના લોકો પણ પહોંચ્યા હતા.
જેતપુરમાં બનેલી ઘટનામાં ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવક બાંગ્લાદેશની યવતીના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ યુટ્યુબ અને વેબસાઈટના માધ્યમથી તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. આશિષ ગૌસ્વામી નામના યુવકે 6 મહિના પહેલા ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. યુવકે પોતાનું નામ પણ બદલી લીધું હતું.
હિન્દુમાંથી મુસ્લિમ બનેલા આશિષે બાંગ્લાદેશી યુવતી સાથે ઓનલાઈન નિકાહ પણ કરી લીધા હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. તે પરિવારની ઈચ્છા વિરુદ્ધ હોસ્પિટલમાં સુન્નત કરાવવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન હિન્દુ સંગઠનો તથા તેના પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદના કનુભાઈ લાલુએ જણાવ્યું કે જ્યારે તેમને હોસ્પિટલમાં ધર્મ પરિવર્તન કરનાર યુવક આવ્યો છે તો તેઓ તેને સમજાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન યુવકની સાથે બે યુવકો પણ હતા જે તેને સુન્નત કરાવવા માટે કહી રહ્યા હતા. કનુભાઈએ જણાવ્યું હતું કે યુવકને સમજાવવામાં આવ્યો તો તે ગુસ્સે થઈ જતો હતો, તે ઘરમાં પણ તેના માતા-પિતાને ગાળો આપે છે. આ નેટવર્ક ક્યાંથી ચલાવવામાં આવે છે અને તેની પાછળ કોના હાથ છે તેનો પર્દાફાશ કરવામાં આવે તે જરુરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે યુવકને સમજાવવા છતાં તે માનવા તૈયાર નહોતો આ પછી તેને પોલીસને સોંપવામાં આવ્યો છે. યુવકને યુવતીએ લાલચ આપી હતી કે તું મુસ્લિમ બન તો હું તારી સાથે લગ્ન કરું.