કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીને થયું છેલ્લા સ્ટેજનું કેન્સર…અચાનક જ શરીરના બધા અંગો કામ કરતા બંધ થઇ ગયા…પરિવારને ખુબ જ દુઃખદ સમાચાર મળ્યા

આપણા દેશમાંથી અનેક યુવક યુવતીઓ પોતાના અભ્યાસ અર્થે દેશ વિદેશમાં જતા હોય છે પરંતુ ઘણીવાર આપણી સામે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં જ એક યુવતીના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે આ યુવતીનું નામ સોનાની હઠીસિંહ ચાવડા છે અને તેનું વિદેશમાં મૃત્યુ થતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. મૃત્યુના કારણની જો વાત કરીએ તો સોનાલીના તમામ અંગોએ અચાનક જ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને થોડા સમય બાદ તેનું દુઃખદ નિધન થયું હતું.
તેવામાં સોનાલીના એક નજીકના મિત્રએ એક પોસ્ટ શેર કરી હતી અને તેની મદદ માટે ફંડ એકઠું કરવાની કામગીરી શરૂ કરી હતી. તેમાં અંદાજિત 20,000 ડોલર જેટલું ફંડ એકઠું થઈ ગયું હતું રવિએ પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે આઈ મારું નામ રવિ દવે છે અને હું મારી નજીકની મિત્ર અને બહેન સોનાલી હઠીસિંહ ચાવડા માટે આ ભંડોળ ભેગું કરી રહ્યો છું તે 10 મી એપ્રિલથી હોસ્પિટલમાં દાખલ હતી અને તેને કેન્સરના છેલ્લા તબક્કામાં હોવાની સારવાર ચાલી રહી છે અને તે પોતાના જિંદગીના અંતિમ શ્વાસો ગણી રહી છે.
તે વધુ જણાવતા કહે છે કે હું તેના માતા-પિતા અને તેના તમામ પરિવારજનોને તેને મદદ કરવા માટેની વિનંતી કરું છું આયુ તે થોડા સમય પહેલા જ કેનેડા આવી હતી અને પોતાનું કરિયર બનાવવા માટે તેણે કેનેડામાં અભ્યાસ કર્યો હતો અને કેનેડામાં અભ્યાસ પૂર્ણ કરવાની સાથે જ તે અહીં work પરમિટ પર કામ કરી રહી હતી.
પરંતુ તેના નસીબમાં કંઈક બીજું જ ચાલતું હતું. આ કેન્સરની જો વાત કરીએ તો તેને થોડા અઠવાડિયા પહેલા પેટમાં ખૂબ જ દુખાવો થયો હતો આ સાથે જ તેના મિત્રએ તેને મદદ પણ કરી હતી પરંતુ તે ખૂબ દુઃખ સાથે કહે છે કે તેના છેલ્લા થોડાક અને છેલ્લી મિનિટો તે ગણી રહી છે. એટલે જ તમે થોડી તમારી ક્ષમતા પ્રમાણે અમને મદદ કરો અને આ લક્ષ્યને હાસિલ કરવામાં આપનો સાથ સહકારની ખૂબ જરૂર છે. તેથી જ લોકોએ મદદ માટે આ પોસ્ટને ખૂબ વાયરલ કરી હતી આ સાથે જ લોકોએ તેમનો ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો અને દીકરીના નિધનના સમાચાર પરથી લોકોએ ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.