કેનેડામાં રહેતી દીકરીને સરપ્રાઈઝ આપવા ભારત થી કેનેડા આવ્યાં ગુજરાતી પિતા, વીડિયો જોઈને તમારી આખો પણ થઈ જશે ભીની..જુઓ વાયરલ વિડીયો

કેનેડામાં રહેતી પુત્રી માટે પિતાની અવિશ્વસનીય હરકત બતાવતો એક હ્રદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર દિલ જીતી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શ્રુત્વા દેસાઈએ આ સુંદર વીડિયો શેર કર્યો છે, જેમાં ગ્રેજ્યુએશન પહેલા તેને સરપ્રાઈઝ આપવા માટે તેના પિતાએ તેની સરપ્રાઈઝ મુલાકાતે પહોંચ્યાં હતા અને તેને ચોંકાવી દીધી હતી. શ્રુત્વાનું કહેવું છે કે આટલું બધું અંતર હોવા છતાં પણ તેના પિતાએ ભારતને તેને મળવા કેનેડા આવ્યાં, આ કંઈ જેવી તેવી વાત નથી.
શ્રુત્વાએ વર્ણવી આખી ઘટના
આ આખી ઘટના વર્ણવતાં શ્રુત્વાએ કહ્યું કે મારા પાપાની ભારતથી કેનેડા સુધીની સરપ્રાઈઝ વિઝિટથી મારુ હાર્ટ એક ધબકારો ચૂકી ગયું. આ મુલાકાતથી હું ખૂબ નવાઈ પામી. જ્યારે મારા પપ્પા દરવાજામાંથી દાખલ થઈને અંદર આવ્યાં ત્યારે મન લાગણીથી ભરાઈ ગયું, હું માની જ શકતી નહોતી કે એક પિતા તેમની દીકરી માટે આવું પણ કરી શકે. આવા અતુલ્ય પિતા મેળવવા માટે ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું. તેણે લખ્યું કે “હું તમને ખૂબ જ પ્રેમ કરું છું પાપા
સ્ટોરમાં પપ્પાને જોઈને છોકરીએ કર્યું આવું
શ્રુત્વા જ્યાં કામ કરે છે ત્યાં સ્ટોરમાં તેના પિતા તેને ખબર ન પડે તે રીતે દાખલ થયાં હતા, ત્યાં સામે સ્ટોરના કાઉન્ટર પર તે બેઠી હતી અને પપ્પાને અચાનક જોઈને તે દોડીને ભેટી પડી અને ખૂબ રડી હતી, પિતા-પુત્રીનું મિલન ખરેખર ભાવુક કરી દેનાર હતું. શ્રુત્વાના આ વીડિયોને 1.6 મિલિયનથી વધુ વ્યૂઝ અને 198.000 થી વધુ લાઇક્સ મળી છે.
શ્રુત્વા દેસાઈ ગુજરાતની
કેનેડામાં રહીને ભણતી અને સાથે સ્ટોરીમાં નોકરી કરતી શ્રુત્વા દેસાઈ મૂળ ગુજરાતની છે. તેના પપ્પાની તેની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી અને તેને મળવા કેનેડા ગયા હતા. શ્રુત્વાને ખબર નહોતી કે પપ્પા તેને મળવા આવી રહ્યાં છે. અચાનક તેને ખબર પડી હતી ત્યારે તેને મોકળા મને રડી પડી હતી.