પોલેન્ડ ની વિદેશી યુવતી સુરત ના ગુજરાતી પ્રેમી પાસે લગ્ન કરવા પહોંચી, ધામધૂમ થી લગ્ન કર્યા…

દેશભરમાં પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે પ્રેમ સંબંધોમાં લોકો દુનિયાના નિયમો તોડી એક બીજાને જીવનસાથી બનાવવા માટે કાંઈ પણ કરવા તૈયાર છે એ વચ્ચે સોસીયલ મિડિયા ના આ યુગમાં માત્ર આપણા દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ યુવક અને યુવતીઓ લગ્ન કરતા જોવા મળે છે.
સોશિયલ મીડિયાના મારફતે એકબીજાથી પરિચય કેળવી અને વાસ્તવિક જીવનમાં એકબીજાના વિચારો મળતા સાથે રહેવાનું પસંદ કરે છે અને એકબીજાને જીવનસાથી બનાવવા તૈયાર થાય છે કહેવાય છે પ્રેમ શરીર થી નહીં આત્મા થી થાય છે તો એવો જ એક મામલો તાજેતરમાં સુરત થી સામે આવ્યો છે.
જ્યાં પોતાના પ્રેમી ને મળવા પોલેન્ડ ની યુવતી સુરત પહોંચી હતી અને બંનેના ધામધૂમથી લગ્ન યોજવામાં માં આવ્યા હતા વિદેશી ખુબ જ સુંદર ભુરી આ યુવતી લાલ રંગની ચણીયાચોળી માં દુલ્હન ના લીબાસ માં જોવા મળતી હતી તો સુરતનો યુવક શેરવાની માં તેને પોતાની બાહોમાં ભરી ડાન્સ કરતો હતો બંનેના.
ચહેરા પર પ્રેમ ખુશી છલકાતી હતી સુરત શહેરમાં ખૂબ જ ધામધૂમથી વરઘોડો નીકળ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પોલેન્ડની આ યુવતી ને જોવા માટે હજારોની ભીડ જમા થઈ ગઈ હતી સોશિયલ મીડિયા પર આ વરઘોડાનો વિડીયો પણ વાયરલ થયો હતો જે વિડિયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
અને ગુજરાતી સુરતના આ યુવકને તેના લગ્ન નવા લગ્ન જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા છે સૂત્રો અનુસાર આ યુવક ઓનલાઇન એપ્લિકેશન ના માધ્યમથી પોલેન્ડ ની આ યુવતીના સંપર્ક માં આવ્યો હતો લાંબો સમય ની મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમ થયો અને યુવતીને ભારતીય રીતી રીવાજ ખુબ પસંદ આવ્યા તેને નક્કી કર્યું કે તે ખ્રિસ્તી ધર્મ છોડી.
અને હિન્દુ ધર્મ અપનાવશે અને આ દરમિયાન તે સુરત આવી અને હિન્દુ રીતી રીવાજ અનુસાર પોતાના પ્રેમની સુરતના યુવક સાથે લગ્ન કર્યા આ લગ્ન ખુબ ચર્ચાઓમાં આવ્યા છે વિદેશી યુવતીઓ ભારતીય સંસ્કૃતિ તરફ ખુબ આકર્ષિત થઇ રહી છે ગયા બે વર્ષમાં ગુજરાત માં દશ થી વધારે વિદેશી યુવતીઓ ગુજરાતીઓની સાથે લગ્ન કરી ને તેમના ઘરનું પાણી ભરી રહી છે.