સુરતમાં ત્રણ બાળકોના પિતાએ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું…ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

સુરતમાં ત્રણ બાળકોના પિતાએ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું…ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે સુરતમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. સુરતના હજીરામાં એક 36 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવકે ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

યુવકના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ સુજીત કુમાર હતું અને તેની ઉંમર 36 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવક છેલ્લા સાત વર્ષથી સુરતમાં રહેતો હતો.

એ ભાડાના મકાનમાં રહેતો હતો અને ડ્રાઇવિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સુજીત કુમારના મૃત્યુના કારણે બે બાળકોએ અને એક માસુમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો સુજીત કુમાર ગતરોજ પોતાના પરિવાર સાથે સૂતો હતો. ત્યારે અચાનક જ તે જાગીને પાછળની રૂમમાં ગયો હતો અને ત્યાં તેને પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

સવારે જ્યારે પત્ની જાગી ત્યારે તેને પાછળની રૂમમાં પતિનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ દ્રશ્યો જોતા જ તેને બુમાબુમ કરી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ સુજીત કુમારને નીચે ઉતારીને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સુજીત કુમારની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવારના જણાવ્યા અનુસાર સુજીત કુમાર અને તેની પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. જેના કારણે સુજીત કુમારે આ પગલું ભર્યું છે. તેવું પરિવારના લોકોનું કહેવું છે. સુજીત કુમારના મોતના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સુજીત કુમારે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *