સાવ નાની એવી વાતમાં બોલાચાલી થતા 5 બાળકોના પિતાનું જીવ લઇ લીધો… 5 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી…

સાવ નાની એવી વાતમાં બોલાચાલી થતા 5 બાળકોના પિતાનું જીવ લઇ લીધો… 5 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. ત્યારે ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળીએ છીએ. જેમાં સાવ નાની એવી વાતમાં થયેલા ઝઘડામાં લોકો એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે ડીસા તાલુકામાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં મજૂરો વચ્ચે ઝઘડો થતાં એક મજૂરનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મજુરનું મોત થતા જ પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સરકા તાલુકાના કલકાર ગામે રહેતા 48 વર્ષે રામાભાઈ શંકરલાલ મી ડીસા તાલુકાના ગુગળ ગામે આવેલી બજરંગ સો મિલમાં લાકડાની લાટીમાં મજૂરી કામ કરતા હતા. આ દરમિયાન તેઓની અન્ય મજૂર સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થઈ ગયો હતો.

આ દરમિયાન એક મજૂરે લોખંડની વસ્તુથી રામાભાઇ ઉપર દસ વખત પ્રહાર કર્યા હતા. આ કારણોસર રામાભાઈનું મોત થયું હતું. આરોપીએ રામાભાઇનો જીવ કયા કારણોસર લીધો તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રામાભાઇના મૃત્યુ થવાના કારણે પાંચ સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *