મૃત્યુ પામેલા દીકરાની યાદમાં પિતાએ એવું અનોખું કામ કર્યું કે… લોકો દૂર દૂરથી આવી રહ્યા છે મુલાકાતે… જુઓ કેટલીક ખાસ તસવીરો…

મૃત્યુ પામેલા દીકરાની યાદમાં પિતાએ એવું અનોખું કામ કર્યું કે… લોકો દૂર દૂરથી આવી રહ્યા છે મુલાકાતે… જુઓ કેટલીક ખાસ તસવીરો…

કહેવાય છે ને કે માતા-પિતા પોતાના સંતાન માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. પરંતુ બનાસકાંઠા માંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પિતાએ પોતાના પુત્રની યાદમાં અનોખું વન બનાવ્યું છે. બનાસકાંઠાના નડાબેટ ની સરહદને અડીને આવેલા નડેશ્વરી માતાના મંદિરની બાજુમાં ભરડવા ગામના થાનાજી રાજપુતના પુત્ર નું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેના પિતાએ તેની યાદમાં 31 લાખના ખર્ચે પોતાના પુત્ર ના નામ પરથી એક અનોખું કુલદીપ વન બનાવ્યું છે.

બનાસકાંઠા જિલ્લો ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે, આ જિલ્લાના સરહદી પંથકના સુઈગામ તાલુકાના ભરડવા ગામના એક પિતાએ પોતાના પુત્રની યાદમાં એવું કાર્ય કર્યું છે જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક વિસ્તારમાં આવેલા સુઈગામ તાલુકાના ભરડવા ગામ ખાતે રહેતા થાનાજી માનાજી રાજપુત ભારત પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા નડાબેટ વિસ્તારમાં આવેલ નડેશ્વરી માતાજીના મંદિરે દર વર્ષે નવરાત્રીના સમયમાં શરદપૂર્ણિમાના દિવસે તેમના દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.

થાનાજી રાજપૂતના પુત્ર કુલદીપ થાનાજી રાજપુત નો જન્મ 03/02/2004 ના રોજ થયો હતો. આજથી છ મહિના પહેલા એટલે 10/10/2022 ના રોજ નડેશ્વરી માતાજીના મંદિરે શરદપૂર્ણિમાના રાસ ગરબાનું પૂર્ણાહુતિ કર્યા બાદ તેમનો પુત્ર કુલદીપ બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન નડાબેટ થી માત્ર બે કિલોમીટર દૂર અકસ્માત નો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં તેનો અવસાન થયું હતું,

તેમના પુત્ર નું અવસાન થયા બાદ તેની યાદ હંમેશા તાજી રહે તે માટે તેમણે નડેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં એક સુંદર કુલદીપ વન બનાવવાનું વિચાર્યું હતું. થાનાજી રાજપૂતે પોતાના પુત્ર કુલદીપના યાદમાં માં નડેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં 31 લાખ રૂપિયાના ખર્ચે પોતાના પુત્ર ના નામ પર કુલદીપ વન બનાવ્યું છે. વનમાં નડેશ્વરી માતાજી નો ઇતિહાસ દર્શાવતો એક મેમોરિયલ હોલ પણ બનાવવામાં આવ્યો છે.

સ્વામી સચ્ચિદાનંદજી બાપુની જીવન ઝલક, વીર પુરુષોના સ્મારકો, સ્વ કુલદીપ સિંહ નું સ્ટેચ્યુ, આધુનિક ગાર્ડન, બાળકોને રમતગમત માટે અલગ અલગ રાઈડ શો, લાઇબ્રેરી, ઠંડા પીવાના પાણીની પરબ, બેસવા માટે બાંકડા, ગજુંબો જેવી સુવિધાઓ કુલદીપ વનમાં કરાઈ છે. ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા નડાબેટ વિસ્તારમાં ઐતિહાસિક અને અતિ પ્રાચીન નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે.

આ મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે, સાથે જ મંદિરની બાજુમાં થાનાજી રાજપૂત દ્વારા પોતાના પુત્રની યાદમાં પોતાના પુત્ર ના નામ પર અનોખું કુલદીપ વન બનાવવામાં આવ્યું છે. જ્યારે લોકો મંદિરે દર્શન કરવા માટે આવે છે ત્યારે લોકો કુલદીપ વનની પણ મુલાકાત લે છે. અત્યારે કુલદીપ વનની મુલાકાત માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો આવી રહ્યા છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *