દરેક વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો..! રમવા-કુદવાની ઉંમરે માત્ર 8 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… આખી ઘટના જાણીને ચોકી ઉઠશો…

દરેક વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો..! રમવા-કુદવાની ઉંમરે માત્ર 8 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… આખી ઘટના જાણીને ચોકી ઉઠશો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે નવસારીમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બુધવારના રોજ રાત્રિના સમયે માત્ર 8 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રમવા કૂદવાની ઉંમરે માત્ર આઠ વર્ષની દીકરીએ ઘરમાં કોઈ ગમ્યા કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ દીકરીને સૌપ્રથમ આલીપોર હોસ્પિટલ અને પછી ત્યાંથી સ્પંદન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે દીકરીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. મૃત્યુ પામેલી દીકરીનું નામ સના ઇરફાનભાઇ માલાભાઈ મુરીમા હતું.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યો છે કે બાળકીને કોઈ વાતને લઈને તેની માતાએ ઠપકો આપ્યો હતો. આ વાતનું ખોટું લાગ્યા બાદ બાળકે માતાને ડરાવવા માટે એક રૂમમાં જઈને ગળાફાંસો લગાવ્યો હતો.

પણ ફાસો ગળામાં કસાઈ જતા દીકરીનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર બાળકી રાજકોટથી પોતાના નાનાને ત્યાં વેકેશન કરવા માટે આવી હતી. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલી બાળકીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. આજના સોશિયલ મીડિયામાં બાળકોમાં પણ મોબાઈલ નો વપરાશ વધી ગયો છે. જેથી બાળકોના કોમળ માનસમાં બદલો લેવાની કે કંઈક કરી બતાવવાની ભાવના જાગી બેસે છે. જેના કારણે નાની ઉંમરના બાળકો સુસાઇડ જેવું મોટું પગલું ભરતા જરાક પણ અચકાતા નથી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *