પટેલ પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો દુનિયા છોડીને ચાલ્યો ગયો..! હોસ્ટેલના ધાબા પર 13 વર્ષના દીકરા સાથે કંઈક એવું બન્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

પટેલ પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો દુનિયા છોડીને ચાલ્યો ગયો..! હોસ્ટેલના ધાબા પર 13 વર્ષના દીકરા સાથે કંઈક એવું બન્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. રંગીલા રાજકોટ નજીક મોટા રામપર ગામમાં આવેલ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરુકુલની હોસ્ટેલમાં રહેતા અને ધોરણ-8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથે કંઈક એવી ઘટના બની કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં વિદ્યાર્થી મીત પટેલનું દુઃખદ નિધન થયું છે.

તો ચાલો જાણીએ મીત પટેલનું મૃત્યુ કયા કારણોસર થયું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાજકોટના રેલ નગરમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા મીત પંકજભાઈ કોટડીયા મોટા રામપરમાં આવેલી શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરુકુળમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હતા. તે ગુરુકુલની હોસ્ટેલમાં રહેતો હતો.

વિગતવાર વાત કરીએ તો 14 તારીખના રોજ આ ઘટના બની હતી. આ દિવસે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને નહાવા માટેનું ગરમ પાણી આવતું ન હતું. તેથી હોસ્ટેલના સંચાલકે અગાસી પર જઈને તપાસ કરવાનું કહ્યું હતું. ત્યારે મીત અને ઓમ નામના બંને વિદ્યાર્થીઓ હોસ્ટેલની અગાસી પર ગરમ પાણી માટે સોલાર પેનલ ચેક કરવા માટે ગયા હતા.

આ દરમિયાન સોલાર પેનલમાં લગાડેલી પાઇપ અચાનક જ ફાટી હતી. જેના કારણે મીત અને ઓમ બંને ગંભીર રીતે દાઝી ગયા હતા અને બંને બુમા બુમા કરી હતી. બંનેનો અવાજ સાંભળીને હોસ્ટેલના સંચાલકો સહિત અન્ય વિદ્યાર્થીઓ અગાસી ઉપર દોડી આવ્યા હતા. ત્યારબાદ બંને વિદ્યાર્થીઓને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મિતની હાલત વધારે ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં છ દિવસ સુધી મીતની હોસ્પિટલમાં સારવાર ચાલી હતી અને પછી તેનું કરુણ મૃત્યુ થયું હતું. માત્ર 13 વર્ષના દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. મીતના પિતા ચાંદીકામની મજૂરી કરતા હતા અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

એકના એક દીકરાનું મોત થતા જ પરિવાર ભાંગી પડ્યો હતો. મીતના પિતા પંકજભાઈ હોટલ સંચાલકની બેદરકારી નો આપશે તો કર્યો છે. આ ઘટના બનતા જ મીતના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *