52 વર્ષની વિધવા મહીલાને પ્રેમ થયો અને જ્યારે તેના દિકરા અને વહુને ખબર પડતા જે કર્યુ એ કલ્પના બહાર નુ હતુ..

52 વર્ષની વિધવા મહીલાને પ્રેમ થયો અને જ્યારે તેના દિકરા અને વહુને ખબર પડતા જે કર્યુ એ કલ્પના બહાર નુ હતુ..

પતિની મૌત, બ્રેસ્ટ કેન્સર અને કોવીડથી હાર ન માની, 52 વર્ષની ઉંમરમાં આ વિધવા સ્ત્રીને એક યુવક સાથે થયો પ્રેમ, જેવી દીકરા અને વહુને ખબર પડી ત્યાં તો…

કહેવાય છે ને કે સાચો પ્રેમ કરનારા ઉંમર, નાત-જાત, સમાજના રીત-રિવાજ કઈ પણ જોતા નથી, સાચો પ્રેમ કરનારા કોઈપણ સંજોગે એકબીજાને પામીને જ જંપે છે. પણ જો તમને જાણવા મળે કે એક 52 વર્ષની મહિલાએ પ્રેમ કર્યો તો તમને ચોક્કસ નવાઈ લાગશે. એવો જ એક કિસ્સો મુંબઈમાંથી સામે આવ્યો છે જ્યા દીકરા-વહુએ જ પોતાની વિધવા માતાના પ્રેમી સાથે લગ્ન કરાવ્યા હતા.

52 વર્ષની કામિની ગાંધીએ સમાજની વાતો, પાબંધીઓ અને વિચારોની પરવાહ કર્યા વગર લગ્ન કર્યા હતા. કામિનીએ આ ઉંમરમાં પોતાનો પ્રેમ મેળવ્યો અને જિંદગી પણ પોતાની ઇચ્છાનુસાર જીવવાનો નિર્ણય લીધો. માતાના આ નિર્ણયનો દીકરા અને વહુએ પણ સાથ આપ્યો હતો. દુબઈમાં રહેતો કામિની ગાંધીના દીકરા જીમિત ગાંધીએ સોશિયલ મીડિયા પર સુંદર પોસ્ટ શેર કરી છે અને માતાના લગ્નની જાણકારી આપી છે. તેણે પોસ્ટમાં જણાવ્યું કે,”વર્ષ 2013માં તેના પિતાની મોત થઇ ગઈ હતી.

વર્ષ 2017માં મા ને બ્રેસ્ટ કેન્સર થયું હતું અને તે કોવીડના સમયમાં ઈન્ફેક્ટેડ પણ થઇ હતી.તે ઘણા સમય સુધી ડિપ્રેશન અને ચિંતામાં રહી હતી અને ઘણો સમય તેણે ભારતમાં એકલા રહીને વિતાવ્યો હતો.પણ તેણે હાર ન માની અને તે કેન્સર અને કોવીડથી સ્વસ્થ થઇ ગઈ અને પોતાના માટે નવો જીવનસાથી પસંદ કરી લીધો.

તેમણે નક્કી કર્યુ કે તે ભારતના રિવાજોની પરવાહ નહીં કરે અને તેની સાથે લગ્ન કરશે જેને તે પ્રેમ કરે છે, અને આખરે તેને 52 વર્ષની ઉંમરે પોતાનો પ્રેમ મળ્યો. તે એક યોદ્ધા છે, એક ફાઈટર છે તે મારી માં છે”. જિમીતે આગળ જણાવ્યું કે મારી જનરેશનના જેટલા પણ લોકો ભારતમાં રહે છે, અને તેના પેરેન્ટ્સ સિંગલ છે તો તેને પોતાનો જીવનસાથી પસંદ કરવામાં સપોર્ટ કરો.પ્રેમ અને માનસિક સ્વાસ્થ્ય દરેક બાબતોથી ઉપર છે.

એવામાં 14 ફેબ્રુઆરીએ કામિની ગાંધી 52 વર્ષની ઉંમરે લગ્નગ્રંથીથી જોડાયા હતા. જિમીતે સોશિયલ મીડિયા પર માતાના લગ્નની તસવીર પણ શેર કરી હતી. લોકો જિમીતના આ અનોખા નિર્ણયની ખુબ પ્રશંસા કરી રહ્યા છે અને સપોર્ટ પણ કરી રહ્યા છે

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *