માત્ર 21 વર્ષની ગર્ભવતી મહિલાએ સાડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… સુસાઇડ પાછળનું કારણ જાણીને કાળજુ કંપી ઉઠશે…

માત્ર 21 વર્ષની ગર્ભવતી મહિલાએ સાડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… સુસાઇડ પાછળનું કારણ જાણીને કાળજુ કંપી ઉઠશે…

દેશભરમાં સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ગર્ભવતી મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના અજમેરમાં બની હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ પૂજા મહેરા હતું અને તેની ઉંમર માત્ર 21 વર્ષની હતી.

પૂજાએ તેના સાસરિયાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેએલએન હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ મહિલાના પરિવારજનોને કરવામાં આવી હતી.

સોમવારના રોજ સવારના સમયે એટલે કે આજરોજ મૃત્યુ પામેલી મહિલાના પિતા અને પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચે આવ્યા હતા. ત્યારબાદ તેમને પોલીસને આ ઘટના અંગે પૂછપરછ કરી હતી. આ ઘટના રવિવારના રોજ લગભગ સાંજના સાત વાગ્યાની આસપાસ બની હતી.

પૂજાએ જ્યારે ગળાફાંસો ખાધો ત્યારે ઘરમાં કોઈપણ હાજર ન હતું. પૂજા નો પતિ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેને પોતાની પત્નીનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે માત્ર પૂજાનો પતે જ ઘટના સ્થળે હાજર હતો.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, તેમની દીકરીને તેનો પતિ અને સાસરિયાંઓ દ્વારા દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો અને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામેલી પૂજાના પિતા નું કહેવું છે કે, તેમની દીકરી ગર્ભવતી હતી. પરંતુ તેનો પતિ સતત તેને ગર્ભપાત કરાવવાની ધમકી આપતો હતો અને કહેતો હતો કે જો તું ગર્ભપાત નહીં કરાય તો તારું એબોસન કરાવી દઈશું. આ ઉપરાંત મૃત્યુ પામેલી મહિલાના પિતાએ જમાઈ ઉપર અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *