નવસારીમાં 17 વર્ષની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત, સ્કૂલમાં દાદરા ચડતી વખતે દીકરી સાથે કંઈક એવું બન્યું કે… આખો પરિવાર દોડતો થઈ ગયો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ, જેમાં ગરબા રમતી વખતે ડાન્સ કરતી વખતે અથવા તો બેઠા બેઠા આવવાના કારણે લોકોના મોત થતા હોય છે. ત્યારે નવસારીમાં બનેલી એક હાર્ટ એટેક ની ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. દીકરીનું મોત થતા જ તેના પરિવારજનો અને શાળામાં શોખનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી દીકરી નવસારીની એલબી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ઘટનાના દિવસે શાળામાં જ્યારે રિસેસ પડી ત્યારે દીકરી દાદરા ચડતી હતી, આ દરમિયાન અચાનક જ તે ઢળી પડી હતી.
ત્યારબાદ શિક્ષકો દીકરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબોએ દીકરીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃત્યુ પામેલી દીકરીનું નામ તનિષા ગાંધી હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી.
તનિષા ગાંધી નવસારી શહેરને અડીને આવેલા પરતાપોર ગામમાં આવેલી એલ બી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી હતી. ઘટના બની તે દિવસે તે દરરોજની જેમ સવારમાં સ્કૂલે ગઈ હતી. સ્કૂલમાં 10:00 વાગે રિસેસ પડી હતી. આ દરમિયાન તેની સાથેની બહેનપણી સાથે સ્કૂલોની સીડી ચડી રહી હતી. ત્યારે અચાનક જ તેની તબિયત બગડી ગઈ હતી અને તે દાદરામાં જ ઢળી પડી હતી.
આ વાતની જાણ શાળાના સ્ટાફને થતા જ તનિષાને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મૃત્યુ પામેલી દીકરી તનિષા ધોરણ 12 સાયન્સ કર્યા બાદ ડોક્ટર બનવા માગતી હતી. પરંતુ કુદરતને તો કંઈક બીજું જ મંજૂર હતું. મિત્રો તમને જણાવી દઈએ કે તેની માતાનું બે વર્ષ પહેલા કોરોનામાં નિદાન થયું હતું. તનિષા પોતાના પિતા સાથે રહેતી હતી. તનિષા ના પિતા શહેરની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે.