ધોરણ 10 માં અભ્યાસ કરતા 16 વર્ષના વિદ્યાર્થીનું અકસ્માતમાં કરુણ મોત… દીકરો દુનિયા છોડીને ચાલ્યો ગયો પરંતુ 6 લોકોને નવું જીવન આપતો ગયો….

આજકાલ સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે લોકોએ મૃત્યુ બાદ પણ ઘણા લોકોને નવજીવન આપ્યું છે. લોકો મૃત્યુ બાદ પોતાના અંગનું દાન કરીને લોકોને નવજીવન આપે છે આવો જ એક કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે. એટિંગલના એકના એક વિદ્યાર્થી સારંગનું છ મેના રોજ અકસ્માત થયું હતું.
જેમાં ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થયું, એસ.એસ.સી પરીક્ષાના પરિણામ પહેલા જ તેનું નિધન થઈ ગયું હતું. રીઝલ્ટ માં તેને A+મળ્યો હતો, બાળકના નિધન બાદ માતા પિતાએ તેનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો. બીનિશકુમાર અને રજનીશ પોતાના 16 વર્ષીય દીકરા સારંગના મૃત્યુ બાદ તેનું અંગદાન કરવા તૈયાર થયા હતા.
શુક્રવારે રાજ્યના સામાન્ય શિક્ષણમંત્રી વી શિવન કુટ્ટી પ્રેસ કોન્ફરન્સમાં એસ.એસ.સીના પરિણામોની ઘોષણા કરતા સમયે ભાવુક થઈ ગયા હતા. પ્રેસ બ્રીફિંગ દરમિયાન મંત્રીની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. તેમણે જણાવ્યું કે સારંગે ટોપ ગ્રેડ મેળવ્યો છે, જેની હાલમાં જ દુર્ઘટનામાં મોત થઈ છે.
શિવનકુટ્ટીએ કહ્યું હતું કે તિરુવનંતપુરમમાં એક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દસમા ધોરણના વિદ્યાર્થી સારંગે તમામ વિષયોમાં A+ ગ્રેડ મેળવ્યો છે. તેમણે કહ્યું કે અંગદાન કરવાના પરિવારના નિર્ણયથી સમાજ સેવા કરવા માટે પ્રોત્સાહન મળશે. સારંગ 6 મેના વડક્કોટ્ટકવમાં કુનંથુકોણમ પુલની પાસે એક દુર્ઘટનામાં ઘાયલ થયો હતો.
જ્યારે તે પોતાની માતા સાથે રિક્ષામાં બેઠો હતો ત્યારે તેનું એક્સિડન્ટ થયું હતું. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા સારંગનું ઈલાજ દરમિયાન મોત થયું હતું. તેના માતા પિતાએ સારંગના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો, તેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું જેના કારણે છ લોકોનો જીવ બચાવવામાં મદદ મળી હતી.