મહેસાણાના 13 વર્ષના બાળકને 14 તોલા સોનાની બેગ મળતા પોલીસ સ્ટેશન પહોચી ગયો અને દાગીના મળતા મુળ માલીકે બાળક ને એવુ ઈનામ આપ્યુ કે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં અમુક લોકો માટે પૈસા જ બધું છે. આવા લોકો પોતાના અંગત મૂલ્ય અને સંબંધો ઉપર પૈસા અને મહત્વ આપે છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં પૈસા જરૂરી છે અને તે માટે લોકો ઘણી મહેનત પણ કરે છે જેમાં કોઈ ખોટી વાત નથી. પરંતુ ઘણી વખત વ્યક્તિ નાણાં મેળવવા માટે એટલો પાગલ થઇ જાય છે કે તેને સાચા ખોટા કોઈ અંગે ભાન રહેતું નથી. આપણે અવાર નવાર ચોરી અને લૂંટ ના કિસ્સાઓ સાંભળીએ છીએ.
પરંતુ આપણે અહીં એક એવા બાળક વિશે વાત કરવાની છે કે જેમણે આ મતલબી અને લાલચુ માણસોના ને જડબા તોડ જવાબ આપ્યો છે આ બાળકે જે કામ કર્યું છે તેને જાણીને તમને પણ ગર્વ થશે અને કહેશો કે ખરેખર માણસાઈ હજુ છે. આપણે અહીં મહેસાણા વિસ્તારની વાત કરવાની છે કે જ્યાં માત્ર 13 વર્ષના બાળકે ઈમાનદારી ની મિશાલ આપી છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ 13 વર્ષના બાળક નું નામ શિવમ ઠાકોર છે ક્જે 7 માં ધોરણ માં અભ્યાસ કરે છે તેને પૂજા પાર્ક પાસે એક બેગ મળી હતી. જો વાત આ બેગ અંગે કરીએ તો તેની માલિકી રણછોડ ભાઈ ચૉધારી છે. જણાવી દઈએ કે રણછોડ ભાઈ 14 તોલા સોનાના દાગીના ની બેગ લઈને ગાડીથી મહેસાણા ખાતે પોતાના પુત્રના ઘરે જઈ રહ્યા હતા. તેવામાં રસ્તામાં આ બેગ પૂજા પાર્ક પાસે પડી ગઈ અને શિવમને મળી ગઈ.
આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં સોનુ કેટલું મૂલ્યવાન છે માટે જો કોઈને આવી અમુલ ધાતુ મળે તો ઘણા વ્યક્તિ ની નિયત બગડે પરંતુ શિવમ અને તેમનો પરિવાર એવો ન હતો. શિવમે જણાવ્યું કે તેને પોતે મળેલા બેગ અંગે પિતાને જાણ કરી જે બાદ બે ત્રણ દિવસ સુધી રાહ જોયા પછી પણ જયારે બેગ ના માંલિક અંગે કોઈ માહિતી ન મળી ત્યરે છાપામાં વાંચેલી જાહેરાતના આધારે તેઓ મહેસાણા એ ડિસિશન ગયા અને મૂળ માલિક ને તેમના દાગીના પરત કર્યા. કહેવાય છે કે બાળકોના પહેલા શિક્ષક માતા પિતા હોઈ છે અને શિવમને જોઈને આ વાત સાચી લાગે છે. જણાવી દઈએ કે શિવમે કહ્યું કે તેના માતા પિતાએ શીખવ્યું છે કે કોઈની વસ્તુ હોય તે તેમને આપી દેવાની.
જો વાત રણછોડ ભાઈ અંગે કરીએ તો સોનાના દાગીના પડી જવાથી તેઓ ઘણા ચિંતિત હતા. તેમણે જણાવ્યું કે બેગ પડી ગયા પછી તેમણે ઘણી તપાસ અને શોધ કરી જે બાદ તેમણે મહેસાણા એ ડિવિઝન માં ફરિયાદ નોંધાવી. માહિતી મળતા પોલીસે તપાસ કર્યું શરુ કર્યું અને શહેરના વિવિધ સીસીટીવી નો ઉપયોગ તથા અખબારમાં ખબર આપી જેને જોઈને શિવમ અને તેના પિતા બેગના મૂળ મલિક સુધી પહોંચ્યા. કહેવાય છે કે શરુ કામ કોઈ દિવસ વ્યર્થ નથી જતું. જણાવી દઈએ કે રણછોડ ભાઈ એક છાત્રાલય ચલાવે છે અને શિવમની ઈમાનદારીથી પ્રભાવિત થઈને તેમણે શિવમના ધોરણ 10 સુધીનો ખાવા પીવા અને ભણવા નો ખર્ચો ઉપાડવાની જાહેરાત કરી.