તુર્કીમાં 4 ગુજરાતીઓનાં મોત, બે કાર સામ-સામે અથડાતાં ભયાનક અકસ્માત, જાણો સમગ્ર ઘટના…

તુર્કીમાં અભ્યાસ કર્યા બાદ હોટલનું મેનેજમેન્ટ કરતી વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામની એક યુવતી રજાના કારણે તેના ગુજરાતી મિત્રો સાથે ફરવા નીકળી હતી. આ દરમિયાન તેમની અને સામેથી આવતી કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાંગરોડીયાની યુવતી સહિત પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ અગાથ, અંજલી કનુભાઈ મકવાણા અને પુષ્ટિબેન હીનાબેન પાઠક નામના 4 ગુજરાતીઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.
વડગામ તાલુકાના ભાંગરોડિયા ગામની અજલીબેન કનુભાઈમકવાણા નામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં BSc અને MLtનો અભ્યાસ કર્યા બાદ છેલ્લાં એક વર્ષથી તુર્કીની એક હોટેલનું મેનેજમેન્ટ કરવાની નોકરી કરતી હતી. જોકે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોવાથી તેના ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા.
આ દરમિયાન કિરેનિયા નજીક હાઇવે પર તેમની અને સામેથી પૂર ઝડપે આવેતી કાર સામ-સામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ભાંગરોડીયાની અંજલિ કનુભાઈ સહિત 4 ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા. જોકે વિદેશની ધરતી પર ભાંગરોડીયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવાર જનો આઘાતમાં છે અને અંજલિનો મૃતદેહ વહેલી તકે મળે તેની પરિવારજનો રાહ જોઈ રહ્યો છે.