રોડના કિનારે ઉભેલા 3 ભાઈઓને ઝડપી બસ ચાલકે કચેડી નાખ્યા, ત્રણેયનો દર્દનાક મોત… એક સાથે ત્રણ ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

રોડના કિનારે ઉભેલા 3 ભાઈઓને ઝડપી બસ ચાલકે કચેડી નાખ્યા, ત્રણેયનો દર્દનાક મોત… એક સાથે ત્રણ ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રોડના કિનારે બસની રાહ જોઈને ઉભેલા ત્રણ ભાઈઓને બસ ચાલકે કચડી નાખ્યા હતા.

અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય ભાઈઓના ઘટના સ્થળે મોત થયા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં અને સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના પાલીમાં શુક્રવારના રોજ મોટી સાંજના સમયે બની હતી. મૃત્યુ પામેલા ત્રણેય યુવકો થઈ અને મામાના છોકરા હતા.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટનામાં 25 વર્ષીય જેતરામ, 18 વર્ષીય અમરારામ અને 18 વર્ષીય કનારામનું મોત થયું છે. પરિવારના ત્રણ દીકરાઓના મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ત્રણેય યુવકો નમકીન અને કુરકુરેની એજન્સીમાં સેલ્સમેન હતા.

શુક્રવારના રોજ તેઓ સંબંધીને ત્યાં કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ રોડના કિનારે ઉભા હતા. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી એક ઝડપી બસે ત્રણેયને કચડી નાખ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્રણેયનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગઈ હતા. ત્યારબાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં હાજર ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ખાનગી બસને જપ્ત કરી લીધી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે બસના ડ્રાઇવર સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *