ભારતમાં બજાજ સ્કૂટરનો યુગ શરૂ કરનાર વ્યક્તિ કોણ હતું, જેના થકી આજે 60 હજાર કરોડની કંપની ઉભી છે…

આપણે જાણીએ છે કે એક સમયે સ્કુટરની બોલબાલા હતી. ભારતમાં રાહુલ બજાજને સ્કૂટરનો રાજા કહેવામાં આવે છે. બજાજ ચેતક ભારતમાં રાહુલ બજાજ દ્વારા ડિઝાઈન કરાયેલ પ્રથમ સ્કૂટર હતું. રાહુલ બજાજે આ સ્કૂટરનું નામ મહારાણા પ્રતાપના ઘોડા પરથી ચેતક રાખ્યું છે.આજે બજાજ ઓટોનું સંચાલન રાહુલ બજાજના પુત્ર રાજીવ બજાજ સંભાળે છે અને તે ભારતની સૌથી મોટી મોટરસાઈકલ ઉત્પાદક પૈકી એક છે.
એક જમાનામાં બજાજના સ્કૂટરની માંગ સામે પૂરવઠો એટલો ઓછો હતો કે ચેતક જેવા લોકપ્રિય મોડેલ ખરીદવા માટે 10 વર્ષનો વેઈટિંગ પિરિયડ ચાલતો હતો. 1970, 80 અને 90ના દાયકામાં બજાજ ઓટોની પોઝિશન એકદમ મજબૂત બની. બજાજે સ્કૂટર પર ધ્યાન આપવાનું ચાલુ રાખ્યું.વર્ષ 1980 સુધીમાં બજાજ કંપની સૌથી મોટી સ્કૂટર ઉત્પાદક બની ગઈ હતી. આજે 60 હજાર કરોડની કંપની છે. રાહુલ બજાજ 49 વર્ષ સુધી બજાજ ગ્રુપના ચેરમેન હતા. તેમણે 49 વર્ષની તેમની કારકિર્દીમાં બજાજ ગ્રૂપને નવી ઊંચાઈ અને નવો આયામ આપ્યો. આજે અમે તમને રાહુલ બજાજની સક્સેસ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.
બજાજ ગ્રુપની શરૂઆત જમુના લાલ બજાજે વર્ષ 1926માં કરી હતી. જમુના લાલ બજાજ રાહુલ બજાજના દાદા હતા. બજાજની પહેલી કંપનીએ કોમર્શિયલ વિભાગમાં કામ શરૂ કર્યું. તેણે પોતાની મહેનત અને સમર્પણથી બજાજને 72 મિલિયનથી 46.16 અબજની કંપની બનાવી. રાહુલ બજાજનો જન્મ 10 જૂન 1938ના રોજ કલકત્તામાં થયો હતો. તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં કર્યું. આ કોલેજમાંથી જ રાહુલ બજાજે વર્ષ 1958માં અર્થશાસ્ત્રમાં ઓનર્સની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. આ બંને ડિગ્રી પછી રાહુલ બજાજે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ પૂર્ણ કર્યું.
વર્ષ 1964માં રાહુલ બજાજ ઓટોમાં જોડાયા. તેઓ 1968 સુધી બજાજ કંપનીના સીઈઓ રહ્યા. બજાજ કંપનીએ વર્ષ 1972માં બજાજ સ્કૂટર લોન્ચ કર્યું હતું. આ સ્કૂટર લૉન્ચ થતાં જ લોકોએ તેને ખૂબ પસંદ કર્યું અને આ સ્કૂટરનું વેચાણ ઝડપથી શરૂ થઈ ગયું. આ સ્કૂટરનું બુકિંગ એટલું હતું કે સ્લિપમાં લખેલું હતું કે વાહનનું બુકિંગ 6-6 વર્ષથી થયું છે. વર્ષ 1965માં કંપનીનું ટર્ન ઓવર 3 કરોડ હતું અને 2008માં 10 હજાર કરોડ થઈ ગયું.
બજાજ ગ્રૂપ ના સ્થાપક રાહુલ બજાજ ના અવસાનની સાથે ભારતીય ઉદ્યોગજગતમાં એક યુગનો અંત આવ્યો છે તેમ કહી શકાય. આજે પણ લોકો દૂરદર્શનના જમાનાની હમારા બજાજ એડને યાદ કરે છે, જે ભારતીય મિડલ ક્લાસની મહત્ત્વાકાંક્ષાનું પ્રતિક છે. પોતાના પર્સનલ વાહન તરીકે બહુ બહુ તો સાઈકલનો વિચાર કરી શકનાર મિડલ ક્લાસે જ્યારે સ્કૂટર લેવાની શરૂઆત કરી ત્યારે તે એક ફેમિલી વાહન બની ગયું.